________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
[૧૦]
ચાંદ દેખાતો નથી. અરે! તને મેં ડાળી દ્વારા, ડાળીને છોડીને, ચાંદને જોવાનું કહ્યું હતું. તું તો ડાળીને જ વળગી પડયો તો ચાંદ કેમ દેખાશે ? એને ચાંદ ન જ દેખાય. એમ નય દ્વારા સ્વભાવનું અનુમાન માત્ર કરાવે છે, તો એ તો નયને જ વળગી પડયો કેહું નિશ્ચયનયે અકર્તા છું-હું નિશ્ચય નયે જ્ઞાતા છું-નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે. નય તો ડાળી છે. જે અહીં તહીં જોતો હતો એને દિશાસૂચન કરવા ડાળી દ્વારા ચાંદને જોવાનુ કહ્યું
વ્યવહારનય દ્વારા તો અનુમાન થતું જ નથી-એની તો દિશા જ વિપરીત છે. તેથી પ્રથમ નિશ્ચયનય દ્વારા સ્વભાવનું અનુમાન કરાવે છે કે તું નિશ્ચયનયે અકર્તા જ છો. પછી નિશ્ચયનયને છોડી દે. ‘હું તો સ્વભાવથી જ અકર્તા છું-’ તો અકર્તાનો વિકલ્પ છૂટી જાય છે અને અનુભવ થાય છે.
નિશ્ચયનયથી જ્ઞાન આત્માને જાણે છે. એટલે જ્ઞાન ૫૨ને જાણતું નથી. આ રીતે નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે. એ વિધિ-નિષેધ નયમાં છે. પરંતુ સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણી રહ્યું છે. એમાં વિધિ-નિષેધના વિકલ્પ બન્ને એક સાથે જાય છે. અનંતાનુબંધીના રાગ દ્વેષ-વિધિનો રાગ અને નિષેધનો દ્વેષ બન્ને ગળતા ગળતા ટળી જાય છે ને સ્વભાવમાં આવી જાય છે.
સ્વભાવથી સ્વીકારે એની જાત જ જુદા પ્રકારની છે. સ્વભાવથી સ્વીકારે એનું નામ જ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન છે. સ્વભાવને સ્વીકારતા તારી વિચાર કોટિ બદલી જશે. નયથી વિચારતો હતો તે હવે સ્વભાવથી વિચારતો થઈ જઈશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com