Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવશ્રી વર્ધમાનસ્વામી, ગણધરદેવશ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવાદિને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર. આ કાળે કે જ્યારે મોક્ષમાર્ગ પ્રાયે લુપ્ત થયો હતો તેવા કાળમાં આપણા મહાભાગ્યે જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી ક્રાંતિકારી યુગપુરુષઆત્મજ્ઞસંત પરમપૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ઉદયથી આપણે સૌ જૈનધર્મના માર્ગાનુસારી બન્યા. આપણને નવું જીવન આપનાર પૂજ્ય ગુરુદેવશ્રીને પણ અત્યંત ભક્તિભાવે નમસ્કાર. જૈનદર્શન બહુ વિશાળ છે. નય દ્વારા પ્રતિપાદન કરી આત્મસ્વરૂપ સમજાવવાની શૈલી પરમાગમમાં આવે છે. જેનાથી આત્મસ્વરૂપનું અનુમાન થઈ શકે છે પણ અનુભવ થઈ શકતો નથી. નયથી સ્વરૂપનો વિચાર કરી ઘણા તો તેમાં જ સંતુષ્ટ થઈ જાય છે. વળી ઘણા ખરાને તે નયના વિકલ્પથી છુટી અનુભવ કેમ થાય તે માર્ગ સુજતો નથી. તેનું માર્ગદર્શન આપતું એટલે કે સ્વભાવને સ્વભાવથી જ સમજવાનો પરમાર્થ દષ્ટિકોણ અધ્યાત્મરસિક, શુદ્ધાત્મવેદી પૂજ્યશ્રી લાલચંદભાઈએ આપ્યો છે. જેમ પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીની રાજકોટ શહેર ઉપર અમદષ્ટિ હતી તેમ પૂજ્ય ભાઈશ્રીની અમારા મુમુક્ષુ મંડળ ઉપર અમદષ્ટિ છે. તેઓશ્રી અમારા દરેક આમંત્રણને માન આપીને અહીં પધારે છે. આ વખતે પર્યુષણપર્વમાં તેઓશ્રી તથા પૂજ્ય સંધ્યાબેન પધાર્યા હતા અને એક માસ સુધી અધ્યાત્મની ધોધ વર્ષા કરી હતી. જેમાં દ્રવ્યસ્વભાવને તથા પર્યાયસ્વભાવને કોઈ નયથી નહીં પણ સ્વભાવથી જોવાની વાત કરી જે અમારા મંડળના સૌ મુમુક્ષુઓને જુના કાને નવી લાગી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47