Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 27
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates [૫] પ ઉભો થયો. જ્ઞાનની પર્યાય ‘નિશ્ચયનયે' આત્માને જાણે છે એમાં પણ વિકલ્પ ઉભો થયો. નિશ્ચયનયે આત્મા અકર્તા નથી... નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણતું નથી... અરે ! આ શું વાત કરો છો ? હા, સાંભળ. નિશ્ચયનયે આત્મા અકારક, અવેઠક નથી, સ્વભાવથી જ અકારક, અવેઠક છે. નિશ્ચયનયે જ્ઞાન શાયક ને જાણતું નથી. સ્વભાવથી જ જ્ઞાન શાયકને જાણે છે. આમ સ્વભાવની સન્મુખ થતાં નયોના વિકલ્પ અસ્ત થઈ જાય છે, શાંત થઈ જાય છે. અને અભેદપણે આત્માનો અનુભવ થાય છે આ તો સ્વભાવનું જેને ભાન નહોતું અને જે વ્યવહારનયના પક્ષમાં પડયો હતો એને નિશ્ચયનય દ્વારા સમજાવે છે. તો એ ‘નિશ્ચયનય ’ને વળગી પડયો. માટે એને હવે કહે છે–જ્ઞાન નિશ્ચયનયે આત્માને જાણતું નથી. અરે ! આ શું કહો છો? શું નિશ્ચયનયે નથી જાણતું, તો શું વ્યવહારનયે જાણે છે? અરે ! તું સાંભળ હું ત્રીજી વાત કરું છું. જ્ઞાન, સ્વભાવથી જ આત્માને જાણે છે. એને નય લાગુ પડતી નથી. એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ. બન્નેના સ્વભાવને લક્ષમાં લે તો એક અનુભવ થાય. નયાતીત થવાની આ વિધિ છે. જાણનારો જણાય છે. જણાય છે અર્થાત્ જણાયા જ કરે છે. આબાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાયા જ કરે છે. કઈ નયથી જણાયા કરે છે? અરે ! એ તો ‘સ્વભાવ ’થી જ જણાયા કરે છે, જા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47