Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 16
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates [૬] એટલે નય વિકલ્પોની કર્તાબુદ્ધિ કેમ છૂટે અને પછી નયોનો જ્ઞાતા કેમ થાય ? -કે દ્રવ્યસ્વભાવને સ્વભાવથી જો, નિશ્ચયનયથી નહીં, અને પર્યાયને સ્વભાવથી જો, નિશ્ચયનયથી પણ નહીં. સ્વભાવથી જોતાં નયવિકલ્પ છૂટી જાય છે. નિશ્ચયના પક્ષથી નિર્ણય થાય છે પણ અનુભવ થતો નથી. તેથી નિશ્ચયનો પક્ષ પણ છોડી સ્વભાવથી જોતાં અનુભવ થાય છે. શ્રી સમયસાર નાટકમાં કહ્યું છે કે, “ જેઉ જહાં સાધક હૈ, તેઉ તહાં બાધક . આ જ વાત શ્રી પંચાધ્યાયી ગાથા. ૬૪૫ થી ૬૪૮ માં કહી છે. શંકાકારઃ જે વ્યવહારનયનું અવલંબન કરે છે, તે જેમ સામાન્ય રીતે મિથ્યાદષ્ટિ છે તેવી જ રીતે જે નિશ્ચયનયનું અવલંબન કરે છે તે મિથ્યાદષ્ટિ કેમ હોય ? અર્થાત્ વ્યવહારનયનું અવલંબન કરનારને મિથ્યાદષ્ટિ કહેવામાં આવેલ છે તે બરાબર છે પરંતુ નિશ્ચયનયનું અવલંબન કરનારને પણ મિથ્યાદષ્ટિ જ કહેવામાં આવેલ છે તે કેવી રીતે ? ઉત્તર:- બરાબર છે, પરંતુ નિશ્ચયનયથી પણ વિશેષ કાંઈક છે. તે સૂક્ષ્મ છે, તેથી તે ગુરુના જ ઉપદેશને યોગ્ય છે. મહાનગુરુ સિવાય તેનું સ્વરૂપ કોઈ બતાવી શકતું નથી. તે વિશેષ સ્વાનુભૂતિનો મહિમા છે. કે જે નિશ્ચયનયથી પણ બહુ સૂક્ષ્મ અને ભિન્ન છે. उभयं णयं विभणिमं जाणइ णवरं तु समय पडिबद्धो । णदु णयपक्खं गिण्हदि किंचिवि णयपक्खपरिहीणो ।। ।।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47