________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯] શ્લોકાર્થ- જીવ કર્મથી બંધાયેલો છે એવો એક નયનો પક્ષ છે અને જીવ કર્મથી બંધાયેલો નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી (વસ્તુ
સ્વરૂપનો જાણનાર) પક્ષપાતરહિત છે તેને નિરંતર ચિસ્વરૂપ જીવ, ચિસ્વરૂપ જ છે ( અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે.)
ભાવાર્થ- આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ, પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે. અને જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો છે. એ રીતે જીવ પદાર્થને શુદ્ધ, નિત્ય અભેદ ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે-આ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિકલ્પ ) કરશે, તે પણ તે શુદ્ધસ્વરૂપના સ્વાદને નહીં પામે.
અશુદ્ધનયની તો વાત જ શી ? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે તેથી વીતરાગતા નહીં થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધસ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે.
આ જ ભાવ સમયસાર કળશટીકા, કળશ-૯૩ માં પણ પાંડે રાજમલજીએ દર્શાવ્યો છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com