Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નયથી જોતાં ઘણું કરીને ત્રણ દોષ આવે છે. ૧) નયજ્ઞાન સાપેક્ષ છે. સાપેક્ષમાં, પ્રતિપક્ષ વ્યવહારના પક્ષનો વિકલ્પ ઉત્પન્ન થતાં, મિથ્યાત્વનું શલ્ય રહી જાય છે. જ્યારે નિરપેક્ષમાં આવતા દષ્ટિ તથા જ્ઞાન સમ્યક થાય છે, વિકલ્પ છૂટી જાય છે અને બે નયોનો જ્ઞાતા થઈ વીતરાગતા પ્રગટ થાય છે. ૨) નય વિકલ્પરૂપ છે. વિકલ્પથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. નવપક્ષ આકુળતારૂપ છે. નયજ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન હોવાથી શુદ્ધ જ્ઞાન તો નથી, પરંતુ સ્વજ્ઞય પણ નથી-પરશેય છે. ૩) નય અંશગ્રાહી છે. નય વડે જાણતાં નય અંશગ્રાહી હોવાથી, એક ધર્મને જાણે છે, બાકીના ધર્મોને જાણવાનું બાકી રહી જાય છે. એટલે જ્ઞાનને વિષયનો પ્રતિબંધ થાય છે. પ્રતિબંધ થતાં તેને જાણવાની ઇચ્છા ઉત્પન્ન થતાં આકુળતા થાય છે. નિર્વિકલ્પ અતીન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરતાં તે જ્ઞાન સવિકલ્પ હોવાથી અને તેનું સામર્થ્ય સર્વગ્રાહી હોવાથી યુગપદ અક્રમે બધા ધર્મો એક સમયમાં જાણવામાં આવે છે. કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી એટલે ઇચ્છા ઉત્પન્ન થતી નથી. એટલે નિરાકુળ આનંદનો અનુભવ થાય છે. આ રીતે સ્વભાવની પ્રાપ્તિની રીત, નયોથી જુદી છે. આ ચર્ચામાં ખાસ વાત આ છે કે નયથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી કેમ કે નય સાપેક્ષ હોય છે. એના આધારરૂપે પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-પ૧૫ માં સ્પષ્ટ કહ્યું છે કે, જેમ છેદનક્રિયાનું કારણ એવી ફરસી છેદનક્રિયા કરવામાં સ્વતંત્ર રીતે ચલાવવામાં આવે છે તેવી રીતે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47