________________
૨૨]
[ ીપાલિાપર્વસંગ્રહઃ ॥
અનંત બલ તથા ધૈર્યથી ચમત્કાર પામેલા ઇંદ્રે આપેલું છે “મહાવીર” એવું બીજું નામ જેમને એવા તે પ્રભુ વૃદ્ધિ પામવા લાગ્યા. (૨૬)
પછી ભગવાનને ભોગ ભોગવવા લાયક (ઉમર લાયક) જાણીને (તેમના પિતાએ) મનમાં ખુશી થઈ યશોમતી નામની રાજકન્યા સાથે તેમનું પાણિગ્રહણ કરાવ્યું. (૨૭)
તે ભગવાનના સુપાર્શ્વ નામે કાકા હતા, નંદિવર્ધન નામે મોટા ભાઈ હતા, સુદર્શના નામે તેમની બહેન હતી અને યશોમતી નામે સ્ત્રી હતી. (૨૮)
કુટુંબસહિત પ્રિયદર્શનાની સાથે ભગવાનને ગૃહસ્થાવાસમાં વસતાં અઠ્ઠાવીશ વર્ષો વ્યતીત થયાં. (૨૯)
માતાપિતા દેવલોકે ગયા પછી સંપૂર્ણ અભિગ્રહવાળા ભગવાનને નંદિવર્ધન રાજાએ બે વર્ષો સુધી રાખ્યા. (૩૦)
પછી ત્યાં હે ભગવન્ ! તીર્થ પ્રવર્તાવો ? એમ લોકાંતિક દેવોએ કહેવાથી ભગવાને એક વર્ષ સુધી દાન આપ્યું. (૩૧)
ત્યારબાદ કરેલ છે છઠ્ઠનો તપ જેમણે અને દેવોએ કરેલ છે દીક્ષામહોત્સવ જેમનો એવા તે પ્રભુ ચંદ્રપ્રભાનામની પાલખીમાં બેસીને જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં આવ્યા. (૩૨)
ત્યાં માગશરસુદી દશમને દિવસે ચોથે પહોરે ભગવાને દીક્ષા લીધી તથા ચોથું (મન:પર્યવ) જ્ઞાન પામ્યા. (૩૩)
પછી બીજે દિવસે કોલાગ નામના ઉત્તમ ગામમાં બહુલ નામના (બ્રાહ્મણને) ઘેર ભગવાનનું ખીરવડે પારણું થયું. (૩૪)
પછી ગોવાળીયા, ચંડકૌશિક, શૂલપાણિયક્ષ તથા સંગમદેવે અનેક પ્રકારે ઉપસર્ગ કરવા છતાં પણ ભગવાન ધ્યાનથી ક્ષોભ પામ્યા નહીં. (૩૫)
એ રીતે આકરો તપ તપતા એવા તે મહાવીરપ્રભુના એક પખવાડીયાંથી અધિક એવાં સાડાબાર વર્ષો વ્યતીત થયાં. (૩૬)
ત્યારે ઋજુવાલિકા નદીને કિનારે શ્યામા નામના કુટુંબીના ક્ષેત્રમાં તાડવૃક્ષની નીચે, (૩૭) ગોદોહિકા આસને રહેલા અને છઠ્ઠનો તપ તપતા એવા તે શ્રીમહાવીર પ્રભુને વૈશાખ સુદ દશમે ઘાતિકર્મોનો ક્ષય થવાથી, (૩૮)
કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તથા ઇંદ્ર આદિ દેવોએ તેમનું ત્રણ પ્રકારોથી શોભતું સમવસરણ રચ્યું. (૩૯)
ગૌતમગોત્રવાળા ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ તથા વાયુભૂતિ અને વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, (૪૦)
અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ નામના ભિન્નભિન્ન ગોત્રવાળા, એમ તે અગિયાર ગણધરો શ્રી વીરપ્રભુના થયા. (૪૧)
વળી તે ભગવાનના ચૌદ હજાર સાધુઓ તથા ચંદના અદિ છત્રીસ હજાર સાધ્વીઓ થઈ. (૪૨)
D:\chandan/new/kalp-p/pm5\2nd proof