________________
૨૪૦ ]
[दीपालिकापर्वसंग्रहः ॥ વળી આગળ ચાલતા એવા તે રાજાએ જલથી ભીની થયેલી વેળુના સમૂહથી માણસોએ ગૂંથેલી દોરીઓને વાયુથી તૂટી ગયેલી જોઈ. (૧૬૨)
તે જોઈ બ્રાહ્મણોને પૂછવાથી તેઓએ તેનું ફળ કહ્યું કે, કલિયુગમાં લોકો ખેતી વગેરે ઘણાં કષ્ટોથી ધન ઉપાર્જન કરશે. (૧૬૩)
વળી તે ધનનું લોકોએ પ્રયત્નથી રક્ષણ કરતાં છતાં પણ અગ્નિ, ચોર, કુટુંબીઓ, રાજદંડ તથા કરદિકથી તેનો નાશ થશે. (૧૬૪)
વળી આગળ ચાલેલા તે યુધિષ્ઠિરે કોશધી ઉપર ખેંચેલું પાણી કૂવામાં પાછું પડતું જોયું. (૧૫)
તેનું ફળ બ્રાહ્મણોએ કહ્યું કે, ખેતીઆદિક પ્રયાસથી માણસો જે દ્રવ્ય કમાશે, તે સઘળું રાજાઓ લઈ લેશે. (૧૬૬)
બીજા યુગોમાં તો રાજાઓ પ્રજા પર અતિશય પ્રેમ રાખીને પોતાનું ઘણું ધન આપી જગતને ખુશી કરતા હતા. (૧૬૭)
વળી આગળ ગયેલા તે રાજાએ વનની અંદર એકજ ભાગમાં શોભાવાળું આંબાનું વૃક્ષ તથા ખીજડાનું વૃક્ષ જોયું. (૧૬૮).
ત્યાં તે ખીજડાના વૃક્ષને લોકોવડે કરીને સુગંધીઓ, પુષ્પમાળાઓ, વિલેપન, આભૂષણ તથા ગાયન નૃત્ય આદિથી પૂજાતું જોયું. (૧૬૯)
પરંતુ પત્રો, પુષ્પો તથા ફળોથી સમૃદ્ધ થયેલા અને છત્ર સરખા આકારવાળા તે આમ્રવૃક્ષનું પૂજન આદિ ન જોયું, ત્યારે બ્રાહ્મણોએ તેનું નીચે મુજબ ફળ કહ્યું. (૧૭૦)
ગુણવાન તથા સજ્જન એવા મહાત્માઓની શોભા કે પૂજા થશે નહીં, પરંતુ પાપી અને દુષ્ટોની પૂજા અને શોભા થશે. (૧૭૧)
વળી વાળના અગ્ર ભાગથી આકાશમાં લટકાવી રાખેલી એક શિલા રાજાએ જોઈ, અને તેનું ફળ બ્રાહ્મણોએ આ પ્રમાણે કહ્યું-(૧૭૨)
હે રાજન્ ! આ કલિયુગમાં પાપ શિલા જેવું થશે, પરંતુ વાલના અવલંબન સરખા સ્વલ્પ ધર્મથી આ લોકો (સંસારસાગરથી) તરશે. (૧૭૩)
પરંતુ વાલના અગ્રભાગસરખા તે ધર્મનો જ્યારે નાશ થશે, ત્યારે સઘળા લોકો (સંસારસાગરમાં) બુડશે. વળી ફળને માટે વૃક્ષને ઉખેડાતું જે તમોએ જોયું, તેનું ફળ આ પ્રમાણે છે–(૧૭૪)
ફળ સરખો પુત્ર ધન આદિ માટે વૃક્ષ સરખાપિતાને મારી લુંટી લેવા સરખો ઉપદ્રવ કરશે. (૧૭૫)
ઉત્તમ અનાજ પકાવવાલાયક લોખંડની કડાઈમાં રાજાએ માંસ આદિ વસ્તુને પકાવાતી જોઈ. (૧૭૬)
તેનું ફળ બ્રાહ્મણોએ કહ્યું કે, પોતાની જ્ઞાતિને તજીને લોકોની પરજ્ઞાતિના મનુષ્યપર મસ્તક આપવા સુધીની પણ પ્રીતિ થશે. (૧૭૭)
વળી તમોએ જે સર્પની પૂજા અને ગરુડની પૂજા જોઈ, તેનું ફળ એવું છે કે સર્પ સરખા નિર્દય ધર્મોમાં પણ લોકોનો સત્કાર થશે. (૧૭૮)
D:\chandan/new/kalp-p/pm52nd proof