________________
ર૬૨].
[રીપત્તિપર્વસંપ્રદ: | ૭. ચિત્રરસાંગ-અતિ ઉત્તમ નાના પ્રકારની રસવતીમાં કારણ આ કલ્પવૃક્ષોના ફળો તથા પ્રકારની જે રસવતી કે સુસ્વાદિષ્ટ જુદી જુદી જાતના ખાદ્ય પદાર્થ જેવા કે સિંહકેશરીઆ લાડુ, ઘેબર-કલાકંદ-બરફી-મેસુર-પેંડા-બાસુંદી-દૂધપાક-દાળ-અખંડ-સ્વચ્છ પક્વ તંદુલ, શાકાદિ પાકશાસ્ત્રની વિધિથી બનતી તમામ બત્રીશ પ્રકારના શાકો અને તેત્રીશ પ્રકારના ભોજનો (ભોજ્ય)ની રસવતીના અતીવ સુસ્વાદવાળા ફળાદિ જે ભોજ્યમાં અપરિમિત શ્રેષ્ઠસ્વાદવાળા, ખાવામાં મીઠાં અને મધુર, પાચનમાં હલકાં અને સત્વશીલવાળા, જે ઇન્દ્રિય અને બલ પુષ્ટિના હેતુરૂપ હોય છે.
૮. મયંગ-વિવિધ પ્રકારના સુંદર આભૂષણોમાં કારણ, આ કલ્પવૃક્ષોના ફળો તથા પ્રકારના સ્વભાવથી રત્ન-મોતી-મણિ-સુવર્ણ-રૂપ્યાદિ યુક્ત ચૂડામણિ-મુગટ-કુંડલ-હાર-અર્ધહાર-બહિરખાંકંકણ-ઝુંબકાસહિત કંદોરો-મુદ્રિકા-નુપૂર આદિ ભાત ભાતના આભૂષણો આપે છે.
૯. ગેહાકાર-વિવિધ પ્રકારના નિવાસરૂપ પ્રાસાદો આપે છે. આ કલ્પવૃક્ષો તથા પ્રકારના સ્વભાવથી જ નાના પ્રકારના ગોળ-ત્રિકોણ-ચતુષ્કોણાદિના આકારે કોટ-પ્રાકાર-ઝરૂખા સુખપૂર્વક ચઢવા ઉતરવાને માટે પગથીયા, નાના પ્રકારની કારીગરીવાળા બારી-બારણા, અનેક ગુપ્ત અને પ્રગટ શ્રેષ્ઠ ઓરડા અને ચિત્ર-વિચિત્ર ભોંયતળીયા વડે યુક્ત, ચંદ્રમાની માફક ઉજ્જવળ વિચિત્ર ચિત્રોવડે સુશોભિત ભીંતો સર્વ ઋતુમાં સુખને આપે તેવા એકાદિ અનેકમાળવાળા પ્રાસાદ, બંગલા, હવેલીઓ, સુખપૂર્વક પ્રવેશ, નિર્ગમ, ચઢવું, ઉતરવા સહિત રંગબેરંગી સુંદર મહેલો,
જ્યારે યુગલિયાને આરામ કરવો હોય ત્યારે તેનો આશ્રય લે છે. આ કલ્પવૃક્ષો ફળરૂપ પરિણમન પામેલ ન સમજવા. કિન્તુ સ્વયં વૃક્ષ-ગૃહાકારે જાણવું સમજવું.
૧૦. અનિયત-આ નવ પ્રકારના કલ્પવૃક્ષોથી અતિરિક્ત છે. જે વસ્ત્ર, આસન, શય્યાદિ વિવિધ પદાર્થોને આપે છે. આ કલ્પવૃક્ષોના ફળો નાના દેશોત્પન્ન વસ્ત્રોના ભેદો જે મન, ચક્ષુઃ અને શરીરને સુખ આપે તેનાથી પણ અધિક તથાવિધ દેવદૂષ્ય આદિ ઉત્તમ જાતિના રંગબેરંગી અતિસૂક્ષ્મ, સુકોમલ, નિર્મલ વસ્ત્રરૂપે સ્વાભાવિક પરિણામ પામે છે, તેમજ આસન, શય્યાદિ આપે છે.
આ કલ્પવૃક્ષો વનસ્પતિકાય હોય (કારણ કે-૩પલેવુ વાત્પવૃક્ષ ) છે. આ દશ પ્રકારના કલ્પવૃક્ષો પ્રવચનસારોદ્ધાર, ભાવલોકપ્રકાશ, તથા ક્ષેત્રસમાસાદિ ગ્રન્થોથીદેવાધિષ્ઠિત હોતા નથી. કિન્તુ સ્વાભાવિક તથા પ્રકારના કાલાદિ પરિણામવાળા છે. દરેક જાતિના કલ્પવૃક્ષ સ્થાને સ્થાને અનેકાનેક હોય છે પણ એકાદિ જાતિવાળા હોતા નથી. કલ્પવૃક્ષ સિવાય વર્તમાન જાતિના અશોક-ચમ્પક-પુન્નાગ-પ્રિયંગુઆગ્રાદિના ઝાડો ઠેર ઠેર નાના પ્રકારના હોય છે. “(પૂ. શ્રીદાનસૂરિમ. ના. પ્રશ્નોત્તર ભા. ૧, પાને ૧૮, પ્ર. ૩૨-કલ્પવૃક્ષ, ચિન્તામણિરત્નઆદિ ઉત્તમ વસ્તુઓ અર્થીજનોના મનોરથને પોતાની શક્તિથી સફળ કરે છે યા દેવોની સહાયથી? ઉ.-કલ્પવૃક્ષાદિકના અધિષ્ઠાયકદેવતાઓ અર્થજનોની ઇચ્છા પૂર્ણ કરે છે, શ્રીવીતરાગસ્તવની ટીકામાં કહ્યું છે કે “ત્પવિટી તથાવિ દેવતાન્નથાનાથસાર્થમનોરથuથન પ્રમાવાયો ભવત્તિ'' સારાંશ=કલ્પવૃક્ષ તેવા પ્રકારના દેવાદિની સહાયવડે અર્થીવર્ગની મનોરથ પૂર્તિ કરવાથી પ્રભાવશાળી થાય છે. આ રીતે ચિન્તામણિ રત્નાદિ પદાર્થો માટે પણ સમજી લેવું.)”
D:\chandan/new/kalp-p/pm52nd proof