________________
परिशिष्टम् [ ९ ] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य विशेषपदार्थाः ॥] [२६१ અધિક પણ થાય) મૃત્યુ પામેલ યુગલિયાનો અગ્નિસંસ્કાર હોતો નથી, અગ્નિનો અભાવ છે, જેથી તે યુગલના મૃત-કલેવરને ભારંડ-આદિ પક્ષીઓ ઉપડી સમુદ્ર, ગંગા, સિધુ આદિ નદીમાં નાખે છે. શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે પણ આદિનાથ ચરિત્રમાં કહ્યું છે કે “પુરા દિ કૃમિથુનશરીરના महाखगाः । नीडकाष्ठमिवोत्पाट्य सद्यश्चिक्षिप पुरम्बुधौ" ॥१॥
દશ પ્રકારના કલ્પવૃક્ષના નામો, તથા ફળો અને પ્રત્યેકના કાર્યો. ૧. મત્તાંગ-(મદ્યાંગ) આ પ્રથમ કલ્પવૃક્ષનું નામ છે, મદ ઉપજાવવામાં કારણ એવા આ કલ્પવૃક્ષોના ફળો છે, આ લોકમાં દ્રાક્ષાસવ, ચંદ્રહાસ, સુપક્વઈક્ષ અતિસ્વાદિષ્ટ દ્રાક્ષાદિ મધુરતાયુક્ત વગેરે, માદકપદાર્થોના સંદેશ સુંદર રસ જેવા સ્નિગ્ધ આનંદદાયક તેવા રસો આ વૃક્ષોના પુષ્પોના ફળોમાં સ્વાભાવિક ઉત્પન્ન દ્રવ્યથી નિષ્પન્ન વર્ણ, ગન્ધ અને રસથી ઉત્પન્ન થાય છે. તે ફળો આદિના ભક્ષણથી આરોગ્ય, વિશિષ્ટબળ, વીર્ય, કાન્તિ, મદાદિના હેતુ અત્યન્ત પ્રસન્નતા આનંદ પેદા કરનાર, મુખવાસ, તૃપ્તિ, આલ્હાદ, પાનાદિની ગરજ સારે છે. અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં કલ્પવૃક્ષો હોય છે. કાલ અને ક્ષેત્રોના પ્રભાવે ઊગે છે. તે કલ્પવૃક્ષો સ્વાભાવિક ફળો આપે છે અને યુગલિકોના મનોરથ પૂર્ણ કરે છે.
૨. ભૂતાંગ-ભરવામાં કારણ એવા આ કલ્પવૃક્ષોથી ઘટ, કલશ, વાટકા આદિ નાના પ્રકારના ફળરૂપ વાસણોની ઉત્પત્તિ અને પ્રાપ્તિ થાય છે. કલ્પવૃક્ષોના ફળો, પત્રાદિ ભાત ભાતના આકારની નકસી કારીગરીવાળા દેખાવમાં અતિ સુંદર મણિ-રત્ન-સુવર્ણ-રૂપાદિના વિચિત્ર ચમકવાળા ફળોવડે કરીને બનેલ હોય છે અને તેવા આકારના સ્વાભાવિક બનેલ હોય છે. યુગલિકોને અનાજ પાણી ભરવાનું હોતું નથી છતાં તેવા કાર્ય પ્રસંગે આનાથી સાધે છે,
૩. ત્રુટિતાંગ-વાજીંત્રમાં કારણ આ કલ્પવૃક્ષના સુંદર ફળો વાંસળી, વીણા, મૃદંગ, કાંચતાલ, આદિ ૪૯ જાતના વાજીંત્રો, બત્રીસબદ્ધ દૈવી નાટકો, ચિત્રો અને વિચિત્ર ફિલ્મની જેમ જુદા જુદા આકારવાળા ફળો યુગલિકોને આનંદ પમાડે છે. તથાવિધસ્વભાવથી પરિણામ પામેલા છે.
૪. જ્યોતિરંગ-સૂર્ય સરખી પ્રભામાં કારણ આ કલ્પવૃક્ષોના ફળોનો પ્રકાશ સૂર્યના અભાવમાં રાત્રીના સમયે અંધકારમાં પ્રકાશ આપે છે. જે ફળોના પ્રકાશને જોતા આંખને સુખ ઉપજે તેવો કિન્તુ સૂર્યની માફક ઉગ્ર નહિ, જેથી રાત્રીમાં યુગલિયાઓને ગમનાગમનમાં ઇલેક્ટ્રિક-લેમ્પાદિની જેમ, મદદગાર બને છે, માટે દિવસે આનું પ્રયોજન હોતું નથી.
૫. દીપાંગ-દીવા સરખું તેજ આપે છે. આ કલ્પવૃક્ષોના ફળો જેમ ઘરમાં દીવો પ્રકાશ આપે છે. તેમ આ રાત્રીમાં અંધકારવાળા સ્થાનોમાં આ વૃક્ષોના શ્રેષ્ઠ ફળો ફાનસ, દીપક સરખા પ્રકાશને આપે છે. (જ્યાં જ્યોતિરંગનો અભાવ હોય ત્યાં દીપાંગથી પ્રકાશ મેળવે.) જ્યાં ત્યાં હાથમાં લઈ જતાં પ્રકાશ આપે છે.
૬. ચિત્રાંગ-પંચવર્ણના વિવિધ જાતિના પુષ્પો, પુષ્પકકો, ગુચ્છાઓ, તોરણો નાનાવર્ણની પુષ્પની માળાઓ આદિ આપે છે. આ કલ્પવૃક્ષના ફળો અનેક પ્રકારના રસવર્ડ યુક્ત ઘાણ-તપેણ અતિઅમંદ સૌરભમય તથા પ્રકારના સ્વભાવથી જ પરિણમન પામેલ હોય છે.
D:\chandan/new/kalp-p/pm52nd proof