________________
परिशिष्टम् [ ९ ] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य विशेषपदार्थाः ॥] [२५९ હકાર કહે એટલે મરણ તુલ્ય શિક્ષાને સમજતાં, ફરીથી ગુનો ન થાય તે માટે અતિસાવધ રહેતા, એવી રીતે મકારને ધિક્કારમાં પણ સમજવું. ક્રમે ક્રમે પતનકાલે ત્રણ નીતિ પ્રવર્તન થઈ, જેમકે અલ્પ અપરાધે હકાર, મધ્યમે મકાર, અધિકે ધિક્કાર.
શ્રીજિનધર્મપ્રારંભ અવસર્પિણીના ત્રીજા આરાના અંતે, શ્રીજિનધર્મનો પ્રારંભ (તેમ ઉત્સર્પિણીના ત્રીજા આરાના પ્રારંભમાં શ્રીજિનધર્મનો પ્રારંભ,) ત્રીજા આરાના ૮૪ લાખ પૂર્વ અને ૮૯ પખવાડીયા બાકી રહે ત્યારે શ્રીઋષભદેવનો જન્મ થયો. ૨૦ લાખ પૂર્વ કુમારાવસ્થા, ૬૩ લાખ પૂર્વ રાજ્યાવસ્થા, ૧ લાખ પૂર્વ શ્રમણાવસ્થા, કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય, અને ત્રીજા આરાના કુલ ૮૯ પખવાડીયા બાકી રહે મોક્ષગમન.
૧. અવસર્પિણીના ત્રીજા આરાના ૮૯ પક્ષ બાકી રહે ત્યારે પ્રથમ જિનેન્દ્ર-મોક્ષ. ૨. અવસર્પિણીના ચોથા આરાના ૮૯ પક્ષ બાકી રહે ત્યારે અંતિમ જિનેન્દ્ર-મોક્ષ. ૩. ઉત્સર્પિણીના ત્રીજા આરાના ૮૯ પક્ષ ગયે છતે પ્રથમ જિનેન્દ્ર-જન્મ. ૪. ઉત્સર્પિણીના ચોથા આરાના ૮૯ પક્ષ ગયે છતે ત્યારે અંતિમ જિનેન્દ્ર-જન્મ
૬૩ શલાકાપુરુષોની ઉત્પત્તિઅવસર્પિણીના ત્રીજા આરાના અંતે, પ્રથમ તીર્થકર અને પ્રથમ ચક્રીની ઉત્પત્તિ થાય છે, બાકીના (૬૧) ચોથા આરામાં ૨૩ તીર્થકર, ૧૧ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ, ૯ પ્રતિવાસુદેવ મળી કુલ ૬૩ શલાકાપુરષોની ઉત્પત્તિ થાય છે. તીર્થકરો પાંચવર્ણવાળા હોય છે. ચક્રવર્તી સુવર્ણવર્ણવાળા, વાસુદેવ શ્યામવર્ણવાળા, બળદેવ ઉજ્જવલવર્ણવાળા હોય છે, સર્વે મોક્ષગામી જીવો હોય છે.
D:\chandan/new/kalp-p/pm52nd proof