________________
"તે તે આરામાં મનુષ્ય તથા તિર્યચપંચેન્દ્રિય યુગલિકજીવોનું, સામાન્યસ્વરૂપ,
વર્તન, અને પરિસ્થિતિ
આ અવસર્પિણીના-પ્રથમ બીજા અને ત્રીજા (અને ઉત્સર્પિણીના-ચોથા પાંચમા અને છટ્ટા) આરામાં બધાએ ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય યુગલિકરૂપ (સ્ત્રી-પુરુષ યુગ્મરૂપ) જન્મ પામે છે, એટલે તે યુગલિયાઓ કહેવાય છે, અને તે તરુણ અવસ્થાએ પતિ-પત્નીરૂપ વ્યવહારથી સંકળાય છે. બધાએ યુગલિયાઓ નૈસર્ગિકભાવથી શ્રેષ્ઠ સદેવ પ્રસન્નમનવાળા, અલ્પ-રાગ, દ્વેષ, મોહ, માયા કષાયાદિવાળા હોય તેને લઈને કોઈને પણ કોઈજાતનું સંઘર્ષણ થવાની કલ્પના રહેતી નથી. તે વખતના હસ્તી, સિંહ, વ્યાધ્રાદિ હિંસક હોવા છતાં યુગલધર્મી તિર્યચપંચેન્દ્રિય પ્રાણીઓ કાલ પ્રભાવે પશુશિકારાદિ (માંસભક્ષણ) કરતા નથી, અને દયાર્દભર્યા હૈયાથી વર્તે છે, અને કલ્પવૃક્ષના પત્ર, પુષ્પાદિનું ભક્ષણ કરી સ્વજીવન નિર્વાહ કરે છે અને તે યુગલિયાઓ મરીને દેવગતિમાં જાય છે. તો મનુષ્યયુગલિયાઓ મરીને દેવગતિમાં જાય તેમાં આશ્ચર્ય શું ?
દરેક યુગલિકમનુષ્યો વજઋષભનારાચસંઘયણવાળા, અતીવ મનોહરરૂપ અને લાવણ્યસેવધિ જેવું હોય છે, જે સામુદ્રિકશાસ્ત્રમાં કહેલ અંગભૂષણરૂપ લક્ષણવાળા, પુરુષો કાંઈક ઊંચા, સ્ત્રીઓ કાંઈક નીચી, હસ્તિ, અશ્વ, વૃષભાદિ પશુઓ હોવા છતાં ઉપયોગ નહિ કરનારા, કિન્તુ ગમનાગમનાદિમાં પાદચારી, જ્વરાદિરોગ તથા સ્વામી સેવક ભાવથી રહિત, કુદરતે ભૂમિપર પાકેલ વિદ્યમાન ધાન્યાદિ હોવા છતાં તેનો આહાર નહિ કરનારા અને કલ્પવૃક્ષથી ઇચ્છિત વસ્તુને મેળવીને મનોરથોને પૂર્ણ કરી સદેવ સુખમય રહે છે.
તે વખતે યુગલિકક્ષેત્રની ભૂમિઓ તથા વનસ્પતિઓ પણ ચક્રવર્તીના માટે બનેલ અત્યન્ત મનોહર, મધુર, સુસ્વાદિષ્ટ, સ્નિગ્ધાદિ અતિઉત્તમ ક્ષીરાદિ ભોજ્યપદાર્થો પણ અતીવ નિરસરૂપ લાગે છે. ક્ષેત્રસ્વભાવથી ડાંસ, મચ્છ૨, માંકડ, જૂ, નાના પ્રકારના ક્ષુદ્રજંતુઓ અને આકાશસંબધી ઉપદ્રવો પણ તે કાળમાં હોતા નથી.
શ્રીજીવાભિગમસૂત્રમાં આવે છે કે - “છમ્મીલીવલેસીકમ નુ નં પસંવંતિ' યુગલિકના માતા-પિતાનું છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે યુગલિકને જન્મ આપે, પ્રથમ અવ.ના પ્રથમ આરે ૪૯ દિવસ, દ્વિતીયારે ૬૪ દિવસ, તૃતીયારે ૭૯ દિવસ અપત્યપાલન (આટલા દિવસોમાં તેઓ તરુણાવસ્થાને પ્રાપ્ત કરે છે. આજના કાલની જેમ બાલવયાદિ માફક નહિ) કરે, શેષ છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે બગાસું, છીંક અને ખાંસી આદિ પૂર્વક અનુક્રમથી તે તે આરામાં મરણ થાય, એટલે પ્રથમારે-બગાસું, દ્વિતીયારે-છીંક, તૃતીયારે-ખાંસી, અર્થાત્ તેઓને લાંબો કાલ વેદના વેદવી પડતી નથી, વળી અપત્યપાલન બાદ તુર્ત મરણ પામે એમ ન સમજવું (ક્વચિત્ છ માસ
૧. જુઓ પૃ. ૧૧૫ શ્લોક-૩૫૦.