________________
ર૧૮]
[તીપત્નિાપર્વસંપ્રદ: | ૧ઉત્સર્પિણીના આરાનું સ્વરૂપ અને કાલચક્રનું સ્વરૂપ હવે ઉત્સર્પિણીનો પહેલો આરો અવ.ના છટ્ટા આરા જેવો અને ઉત્સાનો બીજો અવ.ના પાંચમાં આરા જેવો પસાર થતાં, વિશેષ ઉત્સ.ના બીજા આરાની શરૂઆતમાં, પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી, પુષ્પરાવર્તાદિ પાંચ પાંચ મેઘો ઉત્પન્ન થાય છે, જેના નામો પુષ્પરાવર્ત ૧, ક્ષીરોદ ૨, ધૃતોદ ૩, શુદ્ધોદ ૪, રસોદ ૫, આ નામના એક એક મેઘો લગાતાર સાત સાત દિવસ અને રાત્રી અનુક્રમથી વર્ષ ૧-પુષ્કરાવર્ત-પૃથ્વીની અશુભ અવસ્થા તાપાદિને દૂર કરી જગસ્વસ્થતાને પેદા કરે છે. ૨-ક્ષીરોદ-ગોક્ષીર તુલ્ય વર્ણવાળું અશુભ વર્ણાદિ દૂર કરી વર્ણ-ગલ્પ-રસ-સ્પર્શ શુભને પેદા કરે છે. ૩-ગૃતોદ-સ્નેહને પેદા કરે છે. ૪-શુદ્ધોદ - સર્વ જાતિની વનસ્પતિને પેદા કરે છે. પ-રસોઇ - તર્ગત રસોને પેદા કરે છે.
પાંચ પ્રકારના મેઘો, પોતપોતાના કાર્યને કરી ઉત્તરોત્તર વર્ણ-ગધ-રસ-સ્પર્શ, છ સંઘયણસંસ્થાન (આકૃતિ) બલ જ્ઞાન શરીરની ઊંચાઈ વૃદ્ધિને પામે છે. તે જોડલાં બીલોમાંથી બહાર નીકળી વનસ્પતિ આદિને જોઈ માંસાદિનો નિષેધ કરશે. એમ કરતાં બીજા આરાના અંત ભાગમાં સાત કુલકરો થશે જેના નામો વિમલવાહન ૧, સુદામ ૨, સંગમ ૩, સુપાર્શ્વ ૪, દત્ત ૫, સુમુખ ૬, સંકુચિ ૭, હવે ત્રીજા આરાના ૮૯ પક્ષ ગયે પ્રથમ તીર્થકર શ્રેણિક રાજાનો જીવ શ્રીપદ્મનાભ તરીકે જન્મ લેશે, જે ત્રીજા આરા સુધીમાં ૬૧ શલાકા પુરુષો થશે, અને ચોથા આરાના ૮૯ પક્ષ ગયે ૨૪મા તીર્થંકરની ઉત્પત્તિ અને ૧૨મા ચક્રવર્તી થશે, બાદ ચોથા આરાના બીજા અને ત્રીજા ભાગમાં કલ્પવૃક્ષ અને યુગલિકધર્મ ચાલશે, જે પાંચમાં અને છટ્ટા આરા સુધી તથા અવસર્પિણીનો પહેલાં, બીજા અને ત્રીજા આરાના અંત પહેલા યુગલિકપણું આદિ ચાલશે, એમ દશ કોડાકોડીસાગરોપમની ઉત્સર્પિણી પૂર્ણ થતાં, પાછો અવસર્પિણીનો પ્રથમ દ્વિતીય, તૃતીયાદિ આરાની શરૂઆત થશે, એમ એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણી મળીને વીશ કોડાકોડી- સાગરોપમે એક કાલચક્ર થાય, એમ અનંતા કાલચક્રે એક પુદ્ગલપરાવર્ત થાય, એમ સંસારની અંદર જીવે સમ્યક્ત વિના અનંતા પુદ્ગલપરાવર્ત કર્યા, અને જ્યાં સુધી સમ્યક્તને નહિ પામે ત્યાં સુધી આત્મા અનંતાનંત પુદ્ગલપરાવર્ત સંસારમાં કરશે.
સાત કુલકરોનું સ્વરૂપ સાત કલકરોની શરૂઆત, અવસર્પિણીના ત્રીજા આરાનો છેલ્લો પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે થાય છે.
કુલકર-એટલે લોકમર્યાદાને કરનારો એક વર્ગ, આ અવસર્પિણી કાલમાં થયેલ કુલકરોના નામે વિમળવાહન ૧ ચક્ષુષ્માન્ ૨ યશસ્વી ૩ અભિચંદ્ર ૪ પ્રસેનજિન ૫ મરુદેવ ૬ અને નાભિ સાતમા નાભિ કુલકરનું સંખ્યાતપૂર્વનું આયુષ્ય અને ઋષભદેવભગવાનનું ૮૪ લાખપૂર્વનું આયુષ્ય, કુલકરોના વખતમાં ત્રણ પ્રકારની દંડનીતિ થઈ -કાર -કાર અને ધિ-ક્કાર, પ્રથમ બેના સમયમાં -કાર, ૩-૪ માં -કાર, ૫-૬-૭માં કુલકરની વખતમાં fધ-ક્કાર, ગુન્હો થતાં
માં કલ્પવૃક્ષ ની ઉત્પત્તિ સુધીમાં
૧. જુઓ-પૃ.૧૧૨-૧૧૩ શ્લોક-૩૧પથી ૩૨૧. ૨. જુઓ પૃ. ૧૧૩ શ્લોક-૩૨૨થી ૩૨૪
D:\chandan/new/kalp-p/pm5|2nd proof