________________
ર૬ ]
[दीपालिकापर्वसंग्रहः ॥ મુનિઓની અવજ્ઞા કરનારો તે ખરેખર મનુષ્યરૂપી મૃગ હતો, એવું પ્રસિદ્ધ કરવા માટે રાજાએ કરેલો તે બળદ (ગૌ) થયો. (૪૨૪) - શ્રીમહાવીરપ્રભુના નિર્વાણરૂપ કલ્યાણકને દિવસે રાજાઓએ દીવા કરવાથી લોકોમાં દીવાળીપર્વ થયું. (૪૨૫) - ચૌદશ તથા અમાવાસ્યાને દિવસે સોળ પહોર સુધી કોટિસહિત પૌષધ કરીને આઠ પ્રકારે જ્ઞાનની પૂજા કરવી. (૪૨૬)
સુવર્ણકમલપર ગૌતમસ્વામી સહિત પરિવારને પચાસ હજારવાર સ્મરણ કરીને તંડુલસહિત અખંડ દીપક કરવો. (૪૨૭)
એ રીતે પચાસ હજારગણું પુણ્ય ઉપાર્જન કરી તે જૈનધર્મ પાળનારા ભવ્યજનો અક્ષયસુખને મેળવે છે. (૪૨૮)
વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ, દેવોમાં જેમ ઈદ્ર, રાજાઓમાં જેમ ચક્રી, નક્ષત્રોમાં જેમ ચંદ્ર, (૪૨૯)
તેજસ્વીઓમાં જેમ સૂર્ય, તથા સર્વ ધાતુઓમાં જેમ સુવર્ણ, તેમ સર્વ પાપોમાં દીવાળીપર્વ ઉત્તમ છે. (૪૩૦)
જે દિવસે શ્રીમહાવીરતીર્થકર મોક્ષ પામ્યા, તથા શ્રી ગૌતમસ્વામી કેવલજ્ઞાન પામ્યા, તથા રાજાઓએ મોટો દીપકોત્સવ કર્યો, તે દિવાળીપર્વ પૃથ્વીતલ પર મહાનું પર્વરૂપ છે. (૪૩૧)
દિવસોમાં ચક્રવર્તી સરખું અને ત્રણે જગતમાં સર્વ પ્રાણીઓને મોટો આનંદ ઉપજાવનારું, તથા સર્વ પ્રકારની સિદ્ધિ કરનારું આ દિવાળી નામનું પર્વ તમોને જયલક્ષ્મી આપો ? (૪૩૨)
એ રીતે શ્રી આર્યસુહસ્તિમહારાજ પાસેથી સાંભળીને રાજ્ય કરતા એવા તે સંપ્રતિરાજાએ અહીં સઘળા દેશોમાં દર વર્ષે તે દીવાળીપર્વ પ્રવર્તાવ્યું. (૪૩૩)
બીજાઓએ કરેલાં દીવાળીકલ્પાદિમાં જોઈને આ દીવાળીકલ્પનો ભાવાર્થ પોતાના અને પરના ઉપકાર માટે રચ્યો છે. (૪૩૪).
વળી આ ગ્રંથમાં મંદબુદ્ધિપણાથી જે કંઈ વિપરીત રચાયું હોય, તે ઉદાર અને કૃપાળુ વિદ્વાનોએ શોધી લેવું. (૪૩૫)
તપગચ્છના નાયક એવા શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય શ્રીજિનસુંદરનામના આચાર્યજીએ સંવત ૧૪૮૩મા આ “દીવાળીકલ્પ” નામનો ગ્રંથ રચ્યો છે. (૪૩૬)
ઉત્તમ બુદ્ધિવાળા લોકોથી વંચાતો અને જયલક્ષ્મીના હેતુવાળો એવો આ “દીવાળીકલ્પ” નામનો ગ્રંથ ત્રણે જગતમાં ચંદ્ર અને સૂર્યની હયાતિ સુધી જયવંતો વર્તે. (૪૩૭)
એ રીતે તપાગચ્છના અધિપતિ એવા શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય ભટ્ટારક શ્રીજિનસુંદરસૂરિની આ રચના છે. (૪૩૮)
આ રીતે શ્રીદીવાળીકલ્પ સંપૂર્ણ થયો.
D:\chandan/new/kalp-p/pm52nd proof