________________
परिशिष्टम्
[૨] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य विशेषपदार्थाः ॥
અવસર્પિણી-ઉત્સર્પિણીમાં થનારા
ભાવોનું સ્વરૂપ પંચમારાનું સ્વરૂપ તથા બોતેર-બીલ અને ષષ્ઠારાનું વર્ણન. પંચમ આરો ૨૧000 હજાર વર્ષનો પૂર્ણ થતાં પહેલાં 100 વર્ષ બાકી રહે ત્યારે, ચંદ્રપ્રચંડ શીત, સૂર્ય-પ્રચંડ ઉષ્ણતાને આપે છે, સ્થાને સ્થાને નાશને કરનાર અતિ પ્રચંડ વાયુ, કઠોર ધૂળને ઉડાડતો, તેના વડે અંધકારમય બનાવતો, ભયંકર-દુઃસહ, મનુષ્ય, તિર્યંચ, વનસ્પતિ અને મકાનાદિને ઉડાડીને ફેંકી દે તેવો, તથા વિદ્યુતુ આદિ ગજ્જરવને કરતો મેઘ પણ ભસ્મ-આસ્લમુર્મુર-ક્ષાર-વિષ-અગ્નિ-ઉલ્કાપાત આદિની વૃષ્ટિઓથી જગતના પ્રાણીઓનો સંહાર કરતો અને દુઃખિત બનાવતો. પક્ષીબીજ વૈતાદ્યને વિષે અને મનુષ્યબીજ ગંગા-સિધુના ઉત્તર-દક્ષિણ ૭૨ બીલો (બીલ-એટલે નદીઓની ભેખળ, તથા ગુફાઓ, પોલાણ સ્થાનો જાણવા) તેને વિષે રહેશે. ભરતક્ષેત્રની સીમાને કરનાર જે લઘુહિમવંત નામનો પર્વત છે, તે પર્વત ઉપર મધ્યભાગે પદ્મદ્રહ નામનું સરોવર છે. (જેના મધ્યભાગમાં પૃથ્વીકાયમય કમલ છે, તેમાં શ્રીદેવી રહે છે. વિશેષ વર્ણન અન્ય ગ્રન્થથી) આ સરોવરમાંથી ગંગા અને સિધુ નામની બે શાશ્વતી નદીઓ, પૂર્વ-પશ્ચિમ નીકળે છે, તે નદીઓ ભરતના બે વિભાગ (ઉત્તર-દક્ષિણ) ને કરનાર વૈતાઢ્ય નામના પર્વતને ભેદીને પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વહી લવણસમુદ્રને મળે છે, એ બે નદીઓના એક એક કાંઠા ઉપર નવ નવ બીલો આવેલ છે, દક્ષિણ તરફના ભાગના ચાર કાંઠા ઉપર ૩૬ બીલો આવેલ છે, અને તેવી જ રીતે ઉત્તર તરફના પણ ૩૬ બીલો થાય છે, જેથી ઉત્તર-દક્ષિણ બેઉ મળી કુલ ૭૨ બીલો થાય છે, જે છટ્ટા આરાના પ્રાણીઓ આ બીલોમાં રહી પોતાના જીવનને દુઃષમ-દુઃષમય પસાર કરશે. તે વખતના મનુષ્યની આકૃતિ પણ કુરૂપ, કુવર્ણ, દુર્ગધ, દુષ્ટલક્ષણ, દીન-હીનસ્વર, નિર્મર્યાદ, કાળા, બધિર, ન્યૂનઅંગુલી, બાલ્યકાળે કામાર્તા, કુસંસ્થાન, શાસ્ત્ર અને સંસ્કારરહિત, મૂર્ખતા, વિકૃત ચેષ્ટિત, બહુ આહાર આદિ અતિ ખરાબ હોય છે. સ્ત્રી, બેન, માતા, પિતા આદિના વિચાર, વિવેક, મર્યાદા, વ્યવહારરહિત, મનુષ્યના માંસને ખાનારા, અત્યન્ત શૂર અધ્યવસાયવાળા, થોડા આયુષ્યમાં પણ અનેકાનેક પુત્ર પૌત્રાદિને જોનારા હોય છે.
૧. જુઓ-પૃ. ૧૧૨ શ્લોક-૩૧૦થી ૩૧૪.
D:\chandan/new/kalp-p/pm5l2nd proof