Book Title: Dipalika Kalpa Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 283
________________ परिशिष्टम् [८] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य भाषान्तरः ॥] [२५५ ત્યારે સંઘની આજ્ઞાથી સુવ્રતાચાર્યજીએ સાધુને મોકલીને મેરુશિખર પર રહેલા વિષ્ણુકુમારમુનિને બોલાવ્યા. (૪૦૯) ત્યારે ગુરુની આજ્ઞાથી તે વિષ્ણુકુમારમુનિએ ત્યાં આવી હર્ષથી ગુરુને વાંઘા, પછી ગુરુમહારાજે તેમને બોલાવવાનું સત્ય કારણ કહ્યું. (૪૧૦) પછી વિષ્ણકુમારમુનિ તે જ વખતે રાજસભામાં ગયા, ત્યારે નમુચિ સિવાય રાજના સઘળા કારભારીઓએ તેમને વાંદ્યા. (૪૧૧) પછી વિષ્ણુકુમારમુનિએ નમુચિને કહ્યું કે, હે રાજન્ ! અભિગ્રહ સંપૂર્ણ થયા બાદ સાધુઓ ચાલ્યા જશે, તેથી તેમને રહેવા માટે કેટલીક જમીન તમો આપો ? (૪૧૨) પછી તે નમુચિરાજાએ ત્રણ પગલાં જેટલી જમીન આપી, તેનું તે વચન સાંભળીને તે વિષ્ણુકુમારમુનિ ક્રોધાતુર થયા. (૪૧૩) પછી વૈક્રિયલબ્ધિથી એક લાખ જોજનના શરીરવાળા તે વિષ્ણુકુમારમુનિ પોતાના બંને પગો પૂર્વ અને પશ્ચિમ સમુદ્રપર સ્થાપીને જગતને કંપાવવા લાગ્યા. (૪૧૪). પછી તેમણે પોતાનું ત્રીજું ભયંકર પગલું નમુચિની પીઠપર મૂક્યું, એ રીતે ત્રિવિક્રમ નામથી પ્રસિદ્ધ થયેલા તે વિષ્ણકુમાર મુનિએ તે બલિ એટલે બલવાન શત્રુને પૃથ્વીના તળિયામાં દાબી દીધો. (૪૧૫) તે વખતે પૃથ્વી ચલાયમાન થઈ, પર્વતો કંપવા લાગ્યા, સમુદ્રોએ મર્યાદા ત્યજી અને ગ્રહો ભયભીત થયા. (૪૧૬) ' અરે ! આ શું થયું? એમ વિચારતા) દેવો પણ સંભ્રાંત થયા, તથા તે વખતે શંકા વિનાનો ઈદ્ર પણ શંકિત થયો. (૪૧૭) પછી અવધિજ્ઞાનથી તેનું કારણ જાણીને ઇદ્ર તે વિષ્ણુકુમારમુનિને શાંત કરવા માટે ત્યાં ગાંધર્વોને મોકલ્યા. (૪૧૮) પછી ઈદ્ર હુકમ કરેલા તે ગંધર્વોના શાંતરસરૂપી અમૃતવાળાં ગાયનોથી વિષ્ણુકુમારમુનિનો ક્રોધરૂપી અગ્નિ શાંત થયો અને તેથી તે અત્યંત શાંતિના સમુદ્રસરખા થયા. (૪૧૯) પછી સ્વાભાવિક રૂપને ધરનારા તે વિષ્ણુકુમારમુનિને મહાપદ્મરાજાએ તે વખતે હર્ષથી નમન કર્યું, પછી તે મુનિરાજ તે રાજાને ઉપાલંભ દઈ ગુરુમહારાજ પાસે આવ્યા. (૪૨૦) પછી તે પાપની આલોચનાપૂર્વક પ્રતિક્રમણ કરીને, તથા જિનશાસનની પ્રભાવના કરીને નિર્મલ ચારિત્રવાળા તે વિષ્ણુકુમારમુનિ મોક્ષે ગયા. (૪૨૧) એ રીતે તે વખતે તે ઉત્પાત શાંત થવાથી લોકોના મન શાંત થયાં અને તેથી તેઓએ એકઠા થઈ ભોજન, વસ્ત્ર, તથા આભૂષણાદિકની શોભા કરી. (૨૨) અને ત્યારથી માંડીને લોકો દર વર્ષે (કાર્તિક સુદી) એકમને દિવસે વસ્ત્ર, ભોજન, પાન, જુહાર તથા ઘરશણગારાદિકના મહોત્સવો કરે છે. (૪૨૩) D:\chandan/new/kalp-p/pm52nd proof

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304