________________
परिशिष्टम् [८] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य भाषान्तरः ॥] [२५१
નંદિ, નંદિમિત્ર, સુંદરબાહુ, મહાબાહુ, અતિબલ, મહાબલ, બલ. (૩૪૫) દ્વિપૃષ્ઠ અને ત્રિપૃષ્ઠ, એમ નવ વાસુદેવો થશે તથા તિલક, લોહજંઘ, વજજંઘ, કેસરી, (૩૪૬)
બલિ, પ્રહાદ, અપરાજિત, ભીમક અને સુગ્રીવ નામના નવ પ્રતિવાસુદેવો થશે તથા તેઓ પોતાના જ ચક્રોથી હણાશે. (૩૪૭)
જયંત, વ્યાજિત, ધર્મ, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ અને સંકર્ષણ નામના નવ બલદેવો થશે. (૩૪૮)
એ રીતે ઉત્સર્પિણીના ત્રીજા આરામાં એકસઠ શલાકાપુરુષો અને ચોથા આરામાં એક તીર્થકર અને એક ચક્રી થશે. (૩૪૯)
પછી કલ્પવૃક્ષની ઉત્પત્તિ થવાથી અઢાર કોડાકોડી સાગરોપમો સુધી નિરંતર યુગલીયાંઓ થશે. (૩૫૦)
એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી મળીને એક કાલચક્ર કહેવાય છે, તેવા અનંતા કાલચક્રો આ ભરતક્ષેત્રમાં થયાં છે અને થશે. (૩૫૧)
એ રીતે કહીને શ્રી મહાવીર પ્રભુએ પ્રેમબંધન તોડવા માટે ગૌતમસ્વામીને નજદીકના ગામમાં દેવર્ણમા નામના બ્રાહ્મણને પ્રતિબોધવા માટે મોકલ્યા. (૩૫૨)
તે વખતે ભગવાનના પરિવારમાં ત્રણસો ચૌદપૂર્વધારીઓ, તથા તેરસો અવધિજ્ઞાનીઓ હતા. (૩૫૩)
સાતસો વૈક્રિયલબ્ધિવાળા તથા તેટલા જ કેવલીઓ હતા અને પાંચસો વિપુલમતિવાળા અને ચારસો વાદીઓ હતા. (૩૫૪)
આઠસો અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા હતા, એ રીતે સઘળા સાધુ વગેરેથી યુક્ત થયેલા પ્રભુએ છઠ્ઠનો તપ કર્યો હતો. (૩૫૫)
ભગવાન્ ત્રીશ વર્ષો સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા, સાડાબાર વર્ષો સુધી છદ્મસ્થપણે રહ્યા અને સાડીઓગણત્રીસ વર્ષો સુધી કેવલપર્યાયમાં રહ્યા, એ રીતે ભગવાનનું બહોતેર વર્ષોનું આયુ જાણવું. (૩૫૬)
પછી બીજા ચંદ્ર સંવત્સરે પ્રીતિવર્ધન એટલે કાર્તિક માસની અમાવસ્યાને દિવસે, નંદિવર્ધનપક્ષે, (૩૫૭)
ઉપશમનામના દિવસે, દેવાનંદનામની રાત્રિએ, સર્વાર્થસિદ્ધ મુહૂર્ત, નાગનામના કરણે, (૩૫૮)
રાત્રિના પાછલા અર્ધભાગમાં, સ્વાતિનક્ષત્રમાં ભગવાન પર્યકાસને બેઠા હતા, ત્યારે ઈદ્ર તેમને કહ્યું કે, (૩૫૯)
હે ભગવન્! આપ ક્ષણવાર થોભો? કેમકે હમણાં આપના જન્મનક્ષત્રમાં બે હજાર વર્ષોની સ્થિતિવાળો ભસ્મગ્રહ સંક્રમેલો છે. (૩૬૦)
વળી તે શાસનની પૂજા તથા પ્રભાવને હરનારો અને શાસનને પીડા કરનારો થશે, પરંતુ તે સ્વામી ! આપની દૃષ્ટિના પ્રભાવથી તે નિષ્ફળ ઉદયવાળો થશે. (૩૬૧)
D:\chandan/new/kalp-p/pm52nd proof