Book Title: Dipalika Kalpa Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 273
________________ परिशिष्टम् [८] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य भाषान्तरः ॥] [२४५ કલ્કીની રાજધાની પાટલીપુત્રમાંથશે અને તેનું કલ્કિપુર એવું બીજું નામવિસ્તાર પામશે. (૨૪૬) દત્તની રાજધાની રાજગમાં થશે અને તેનું “દત્તપુર' નામ થશે અને વિજયની રાજધાની અણહિલ્લપુરપાટણમાં થશે. (૨૪૭) તથા તેનું ‘વિજયપુર” નામ થશે, મુંજને તે અવંતીદેશ આપશે, અને અપરાજિતને અપર (બીજો) દેશ આપશે. (૨૪૮) વળી તે કલ્કીના રાજ્ય વખતે મ્લેચ્છો અને ક્ષત્રિય રાજાઓના ચોતરફ રેડાયેલાં રુધિરવડે પૃથ્વી સ્નાન કરશે. (૨૪૯) તે કલ્કીના ખજાનામાં નવાણું ક્રોડ સોનામહોરો થશે તથા ચૌદ હજાર હાથી અને સાડાચારસો હાથણીઓ થશે. (૨૫૦) સત્યાશી લાખ ઘોડા તથા પાંચ ક્રોડ પાળા થશે અને ચાકર નોકરાદિકોની તો સંખ્યા પણ નહીં ગણી શકાય. (૨૫૧) આકાશમાં ઊછળતા ત્રિશુલશસ્ત્રવાળો, પાષાણના ઘોડાપર બેસનારો, કૂર સ્વભાવવાળો અને અત્યંત કષાયવાળો તે કલ્કી થશે. (૨૫૨) વળી તે વખતે મથુરામાં શ્રીકૃષ્ણ તથા બલભદ્રનાં મંદિરો પડશે અને ઘણા ભય, દુષ્કાળ તથા રોગોથી લોકો પીડાશે. (૨૫૩) વળી લોકોના મુખથી (પૂર્વ) નંદરાજાએ બનાવેલા સુવર્ણના પાંચ સ્તૂપોની હકીકત સાંભળી તે ખોદાવીને તેમાનું સુવર્ણ તે લઈ લેશે. (૨૫૪) એ રીતે અઢાર વર્ષો વીત્યાબાદ છત્રીશ વર્ષોની ઉમરે તે કચ્છી ભરતના ત્રણ ખંડોનો રાજા થશે. (૨૫૫) પછી તે કલ્કી અતિશય લોભથી ધન માટે આગ્રહવાળો થઈ પોતાનું નગર ખોદાવીને સર્વ સ્થાનેથી નિધાનોને ગ્રહણ કરશે. (૨૫૬) ત્યાં જ્યારે લોકો ખોદવા માંડશે, ત્યારે જમીનમાંથી પ્રભાવવાળી પાષાણની ‘લવણદેવી’ નામની ગાય નીકળશે. (૨૫૭) ચૌટામાં બેસાડેલી તે ગાય દિવ્ય પ્રભાવથી ભિક્ષા માટે ભમતા સાધુઓને પોતાના શીંગડાંથી મારશે. (૨૫૮) ગીતાર્થોના વિચારથી થનારો ઉપસર્ગ જાણીને સંયમના અર્થી મુનિઓ તરત ત્યાંથી વિહાર કરી જશે. (૨૫૯) વળી ભોજન, વસ્ત્રાદિમાં લુબ્ધ થયેલા કેટલાક સાધુઓ ગીતાર્થોએ કહ્યા છતાં પણ અપમાન તથા અવિવેકથી ત્યાં રહેશે. (૨૬૦) પછી સત્તર રાત્રિદિવસો સુધી વરસાદ વરસશે અને તે અતિવૃષ્ટિથી કલ્કીનું નગર તણાઈ જશે. (૨૬૧) તે વખતે તે કલ્કી ત્યાંથી નાશીને કોઈક ઊંચાણવાળી ટેકરી પર જઈ રહેશે, તથા જલનો તે ઉપદ્રવ ખલાસ થયા બાદ નવું નગર બનાવશે. (૨૬૨) D:\chandan/new/kalp-p/pm52nd proof

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304