________________
परिशिष्टम् [८] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य भाषान्तरः ॥] [२४३
તે રાજાને અગ્યારસો હાથીઓ, દશ લાખ રથો, અગ્યાર લાખ ઘોડા અને અઢાર લાખ પાયદળનું લશ્કર થશે. (૨૧૨).
પછી એક દિવસે વજશાખાના મુનિચંદ્રસૂરિના કુળમાં થયેલા શ્રીહેમચંદ્ર નામના આચાર્ય મહારાજને તે વંદન કરશે. (૨૧૩)
ઉત્તમ લક્ષ્મીવાળા તે કુમારપાળ રાજા તેમના મુખથી ધર્મનો ઉપદેશ સાંભળીને સમ્યક્તસહિત શ્રાવકનાં (બાર) વ્રતો ગ્રહણ કરશે. (૨૧૪)
એ રીતે શ્રાવકનાં વ્રતો સ્વીકારીને ધર્મને જાણનારા તે રાજા દેવપૂજન કર્યા વિના તથા ગુરુમહારાજને વંદન કર્યા વિના ભોજન કરશે નહીં. (૨૧૫)
જિનશાસનની ઉત્તમ પ્રભાવના કરનારા એવા તે રાજા પ્રાયે કરીને દરેક શહેરમાં તથા દરેક ગામમાં જિનમંદિર બંધાવી આ પૃથ્વીને તેઓ વડે શોભતી કરશે. (૨૧૬)
વળી તે રાજા એક વખતે તીર્થકથાના વ્યાખ્યાન સમયે શ્રીહેમચંદ્રાચાર્યના મુખથી જીવંતસ્વામીની મૂર્તિનો અધિકાર સાંભળશે. (૨૧૭)
પછી તે રાજા વીતભયનામના નગરને સ્થાનકે ધૂળના ટેકરાને ખોદાવી ખોદાવીને પોતાના વિશ્વાસુ માણસો મારફતે તે પ્રતિમાને પ્રકટ કરાવશે. (૨૧૮)
પછી તે પ્રતિમાને પાટણમાં લાવીને તથા જિનમંદિરમાં પધરાવીને પુણ્યબુદ્ધિવાળા તથા ધર્યવંત એવા તે કુમારપાળ રાજા તે પ્રતિમાને સાક્ષાત્ વીરપ્રભુ તરીકે માનશે. (૨૧૯)
વળી તે પ્રતિમા માટે ઉદાયન રાજાએ તે વખતે આપેલું ગામોનું શાસનપત્ર પણ પ્રગટ થશે. (૨૨૦)
તેવું જ શાસનપત્ર તે પ્રતિમા માટે તે કુમારપાળ રાજા પણ આવશે અને તે પ્રતિમાને તે મહાપૂજાપૂર્વક હમેશાં વંદન કરશે. (૨૨૧)
હમેશાં પોતાની સ્ત્રીમાં જ સંતોષવાળા તથા વર્ષાકાળમાં મન, વચન અને કાયાથી શીલ પાલનારા, તે રાજા મનથી પણ શીલનો ભંગ થતાં ઉપવાસ કરશે. (૨૨૨)
વળી તે દયાળુ રાજા પૂર્વે જેમ ભરતરાજા, નાભાકરાજા તથા રામચંદ્રજીએ કરેલું છે, તેમ પુત્રરહિત પ્રજાનું ધન ગ્રહણ કરશે નહીં. (૨૨૩).
અઢાર દેશોમાં તે જીવહિંસા તથા સાતે દુર્વ્યસનોનો અટકાવશે, તથા વર્ષાકાલમાં તે લશ્કર સાથે લડાઈ કરવાનો ત્યાગ કરશે. (૨૨૪)
પ્રાણીઓનું રક્ષણ કરવામાં તત્પર એવા શાંતિનાથ, મેઘરથ તથા નેમિપ્રભુ પછી પાંચમા આરામાં આ કુમારપાળ રાજા ચોથો થશે. (૨૨૫)
શુદ્ધ વ્રતો તથા સમ્યક્તને પાલનારા એવા તે જૈનધર્મી કુમારપાલરાજા સરખા શાસનના પ્રભાવિક બીજા કોણ રાજા થશે ? (૨૨૬).
વળી અહીં દશે ક્ષેત્રોમાં ક્લેશ કરનારા, ઉપદ્રવ કરનારા, અશાંતિ કરનારા, તથા ઉદ્વેગ કરનારા સેંકડોગમે શ્રમણો થશે. (૨૨૭)
વળી તે સમયથી મુનિઓ ધનના લોભી થવાથી વ્યાપાર, મંત્ર, તથા તંત્રાદિકમાં હમેશાં ઉદ્યમવંત થશે અને તેથી તેઓ આગમોનો અર્થ વિસરી જશે. (૨૨૮)
D:\chandan/new/kalp-p/pm52nd proof