________________
I
!
परिशिष्टम् [८] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य भाषान्तरः ॥] [२४१
અને ગરુડ સરખા પૂજનીક તથા ઉત્તમ ક્રિયાયુક્ત ધર્મથી શોભતા તથા ગુણોને જાણનારા, એવા પુરુષો પ્રત્યે અસત્કાર તથા અનાદર થશે. (૧૭૯)
વળી હે રાજન્ ! હાથી જોડવાલાયક રથમાં તમોએ જે ગધેડા જોડેલા જોયા, તેનું ફળ આ પ્રમાણે છે હાથી સરખાં ઉત્તમ કુલો કે, (૧૦૦) - જેઓ મર્યાદારૂપી રથને ખેંચવાલાયક છે, તેઓમાં હમેશાં ક્લેશ, નીતિનો લોપ તથા પરસ્પર ઇર્ષા થશે. (૧૮૧)
તથા હે રાજનું ! બીજાં ગધેડા સરખાં નીચ કુલોમાં મર્યાદા નીતિનું ધરવાપણું તથા પરસ્પર સ્નેહ થશે. (૧૨)
વળી હે રાજનું! તમોએ વેલમાં જે ચીકાશ જોઈ, તેથી ખેતી તથા નોકરાદિકના આરંભથી ઘણું ફળ થશે નહીં. (૧૮૩).
વળી આગળ ગયેલા રાજાએ હંસોથી લેવાયેલા કાગડાને જોઈને પૂછવાથી બ્રાહ્મણોએ ભવિષ્ય સૂચવનારું તેનું (નીચે મુજબ) ફળ કહ્યું. (૧૪૪) - પ્રાયે કરીને કલિયુગમાં નીચ કુળમાં ઉત્પન્ન થયેલા કાગડા સરખા રાજાઓ થશે અને હંસ સરખા શુદ્ધ મનુષ્યોથી તેઓ સેવાશે. (૧૮૫).
એક વખતે પાંચ પાંડવો વનવાસમાં રહ્યા હતા, ત્યાં રાત્રીએ ભીમ વગેરેને અનુક્રમે યુધિષ્ઠિરે રક્ષણ કરનારા સ્થાપ્યા. (૧૮૬).
ત્યાં પહેલે પહોરે ત્રણે ભાઈઓ સહિત યુધિષ્ઠિર સુતા અને ભીમ જાગતા રહ્યા, તે વખતે કલિયુગ પ્રેતનું રૂપ ધારણ કરીને આવ્યો. (૧૮૭)
તેણે આવીને તે ભીમને કહ્યું કે, તારા દેખતાં આ તારા બંધુઓને હું મારું છું. તે સાંભળી ક્રોધ પામેલો ભીમ તેને મારવા માટે દોડ્યો. (૧૮૮)
પછી ક્રોધથી લાલ આંખોવાળા અને યુદ્ધ કરતા એવા તે ભીમને બલવાન તથા પ્રેતનું રૂપ ધારણ કરનારા એવા તે કલિએ ક્રીડામાત્રમાં જીતી લીધો. (૧૮૯)
પછી બીજે પહોરે યુદ્ધ કરતા એવા અર્જુનને તેણે જીત્યો, તથા ત્રીજે પહોરે નકુલને અને ચોથે પહોરે સહદેવને પણ તે કલિએ જીત્યા. (૧૯૦)
પછી શેષ રાત્રિ રહ્યું છતે ચારે ભાઈઓ સુતા પછી યુધિષ્ઠિર જાગવા લાગ્યા, ત્યારે તે પ્રેતરૂપ કલિએ ઊઠીને તેને પણ કહ્યું કે, (૧૯૧)
તારા દેખતાં હું આ તારા ભાઈઓને મારું છું, તે સાંભળી તે વિચક્ષણ યુધિષ્ઠિર કોપ્યા નહીં, તેમ ક્રોધથી તેને કડવો શબ્દ પણ કહ્યો નહીં. (૧૨)
સર્વ ઉન્નતિને કરનારી, સર્વ પ્રાણીઓને વહાલી, તથા સર્વ ધર્મના સારરૂપ ક્ષમાને તેણે ધારણ કરી. (૧૯૩)
એવી રીતે તે યુધિષ્ઠિર રાજાના ઉપશમભાવને જોઈને શાંત મનવાળો કલિ પ્રેતનું સ્વરૂપ છોડીને તેમની મૂઠીમાં આવી રહ્યો. (૧૯૪).
D:\chandan/new/kalp-p/pm52nd proof