Book Title: Dipalika Kalpa Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 275
________________ परिशिष्टम् [८] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य भाषान्तरः ॥] [२४७ ત્યારે ઈદ્ર તેને કહેશે કે, તે સાધુઓ પાસે કંઈ નથી, તેમ તેઓ કોઈ પણ પ્રકારે કોઈને પણ (પોતાની) ભિક્ષામાંથી ભાગ આપશે નહીં. (૨૮૧) માટે તેઓ પાસેથી ભિક્ષાનો ભાગ માગતાં તું કેમ લજ્જા પામતો નથી ? હવે આ મુનિઓને છોડી દે, નહિતર તને અહીં મોટો અનર્થ થશે. (૨૮૨) એમ કહી મારાં નિર્વાણથી બે હજાર વર્ષો ગયા પછી ભાદરવા સુદ આઠમને દિવસે, (૨૮૩) જ્યેષ્ઠા નક્ષત્રમાં રવિવારે ઈદ્ર તેને ક્રોધથી થપ્પડ મારશે અને એ રીતે ક્યાસી વર્ષના આયુવાળો તે કલ્કી રાજા મૃત્યુ પામી નરકે જશે. (૨૮૪) પછી ઈદ્ર તેના પુત્ર દત્તને જૈનધર્મ શિખવાડીને, તથા રાજ્ય પર સ્થાપીને અને સંઘને સુખ થવાથી ગુરુમહારાજને નમીને સ્વર્ગમાં જશે. (૨૮૫) પોતાના પિતાએ કરેલાં પાપોનું ફળ જાણીને તે દત્તરાજા હમેશાં પુણ્યકાર્યમાં તત્પર થઈને પોતે કરાવેલાં જિનમંદિરો વડે પૃથ્વીને શોભાવશે. (૨૮૬) ત્યારપછી ઓગણીસ હજાર વર્ષો સુધી ભસ્મગ્રહના ઊતરી જવાથી થયેલો છે મહિના જેનો એવો જૈનધર્મ પ્રવર્તશે. (૨૮૭) કહ્યું છે કે-આ દુઃષમકાળમાં જિનધર્મની ભક્તિ કરનારા અગ્યાર લાખ સોળહજાર રાજાઓ થશે, તથા એક ક્રોડ જેટલા શાસનના પ્રભાવક પુરુષો થશે. (૨૮૮) વળી અહીં સુધર્માગણધરથી માંડીને દુપ્પસહસૂરી સુધી બે હજાર અને ચાર સર્વ પ્રકારના ઉદયવાળા અને ચારિત્રયુક્ત યુગપ્રધાન આચાર્યો થશે તેઓને હું વાંદું છું. (૨૮૯) તેઓમાંથી અહીં સુધર્માસ્વામી અને જંબૂસ્વામી તે જ ભવમાં સિદ્ધ થયા છે અને બાકીના એકાવતારી તથા પોતાની આસપાસ) અઢી જોજન સુધીમાં દુષ્કાળ તથા ભયને હરનારા થશે. (૨૯૦) વળી યુગપ્રધાન સરખા અને ભવિમલોકોના મોહરૂપી અંધકારના વિસ્તારને દૂર કરનારા અગિયાર લાખ એક હજાર અને સોળ આચાર્યોને હું વંદન કરું છું. (૨૯૧) વળી આ પાંચમા આરામાં થનારા પંચાવન લાખ, પંચાવન હજાર, પાંચસો અને પાંચ ક્રોડા (પપપપપપપ0000000) ઉત્તમ ચારિત્રને ધરનારા આચાર્યોને હું નમસ્કાર કરું છું. (૨૯૨) વળી આ દુષમકાળમાં મધ્યમ ગુણોને ધરનારા તેંત્રીસ લાખ ચાર હજાર ચારસો એકાણું (૩૩૦૪૪૯૧) આચાર્યો થશે. (૨૯૩) વળી પંચાવન ક્રોડ, પંચાવન લાખ, પંચાવન હજાર, પાંચસોને પંચ્યાસી (૫૫૫૫૫૫૫૮૫) ધર્મરહિત (અધર્મી) આચાર્યો થશે. (૨૯૪) પંચાવન ક્રોડ, પંચાવન લાખ, પંચાવન હજાર, ચોપનસો અને ચુંમાલીસ, એટલા ક્રોડ (૫૫૫૫૫૫૫૫૪૪૪0000000) ઉપાધ્યાયો એટલે વાચનાચાર્યો થશે. (૨૯૫) વળી સીતેર ક્રોડ, નવ લાખ, એક હજાર એકસો એકવીસ ક્રોડ, એક લાખ અને સાઠ હજાર (૭૦૯૧૧૨૧૧૬૦0000000) ઉત્તમ સાધુઓ થશે. (૨૯૬) વળી દશ હજાર નવસો બાર કોડ, છપ્પન લાખ, છત્રીસ હજાર અને એકસો નવાણું (૧૦૯૧૨૫૬૩૬ ૧૯૯0000000) સાધ્વીઓ થશે. (૨૯૭) D:\chandan/new/kalp-p/pm52nd proof

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304