________________
परिशिष्टम् [८] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य भाषान्तरः ॥] [२३९
વળી પાપિઠ ધૂર્તો પગલે પગલે પ્રગટી નીકળશે અને કુલીન સ્ત્રીઓ પણ વેશ્યાઓ સરખી લજ્જારહિત તથા મર્યાદાવિનાની થશે. (૧૪૫)
રાજાઓ પોતાના) નોકરોને, તે નોકરો લોકોને અને લોકો તેઓ બન્નેને રંજાડશે તથા પૃથ્વીતલપર માત્સિક ન્યાય (મોટો મત્સ્ય જેમ નાના મત્સ્યનું ભક્ષણ કરી જાય તેમ) પ્રવર્તશે. (૧૪૬)
ચોર લોકો ચોરી કરીને, રાજાઓ કરો નાખીને અને અગ્નિ આગવડે કરીને લોકોને દરિદ્રી બનાવશે. (૧૪૭)
ગાયાદિક પ્રાણીઓનો ઘાત થશે, દેવમંદિરો પાડી નખાશે, મનુષ્યો પર મુંડકાવેરો તથા દંડ પડશે અને એ રીતે લોકો દુઃખી થશે. (૧૪૮)
વળીદુકાળ, ભય, દારિદ્ર, ભયંકર મરકી તથા દેશભંગાદિ ઉપદ્રવોથી પૃથ્વી ઉજ્જડ થશે. (૧૪૯)
બજારો શ્મશાન જેવી (શૂન્ય) થશે, (રાજાના) કારભારીઓ લાંચીયા થશે, લોકો વિવેક વિનાના, મૂર્ખ અને ચિંતાતુર થશે તથા બુદ્ધિવાન નિધન થશે. (૧૫)
દાતાર પુરુષો નિર્ધન અને કૃપણ લોકો ધનવાન થશે, પાપી માણસો લાંબા આયુવાળા તથા ધાર્મિક લોકો સ્વલ્પ આયુવાળા થશે. (૧૫૧)
હીન કુલવાળા રાજાઓ તથા કુલીનલોકો રાજાના સેવકો થશે, સજ્જનો દુઃખી અને દુર્જનો સુખી થશે. (૧૫૨)
વળી અન્યદર્શનીઓ પણ કલિયુગના નામથી દુઃષમકાલનું સ્વરૂપ એવી રીતે કહે છે અને તે નીચે પ્રમાણે છે–(૧૫૩)
દ્વાપર નામના યુગમાં યુધિષ્ઠિર નામે રાજા થયા અને તે એક સમયે ઘોડા ખેલાવવા માટે કોઈક વનમાં ગયા. (૧૫૪).
ત્યાં વાછરડીની નીચે રહીને ગાયને સ્તનપાન કરતી (ધાવતી) જોઈને તે રાજાએ બ્રાહ્મણોને પૂછ્યું કે, આ આશ્ચર્ય શું છે? (૧૫૫)
ત્યારે તેઓએ પોતાના જ્ઞાનથી) જાણીને કહ્યું કે, હે રાજન્ ! હવે આવનારા કલિયુગમાં માતાપિતાઓ હીનપરાક્રમવાળા તથા લક્ષ્મીથી દરિદ્ર થશે. (૧૫૬)
તથા કોઈક ધનવાનને (પોતાની) કન્યા આપી, અને (તેના બદલામાં) તેની પાસેથી ધન લઈ પોતાનો નિર્વાહ કરશે, એ રીતે વાછરડીને ગાયે ધાવવાનું ફળ જાણવું. (૧૫૭)
ત્યાંથી આગળ ગયેલા તે યુધિષ્ઠિર રાજાએ સરખી સપાટીએ રહેલાં અને જલથી ભરેલાં ત્રણ તળાવો જોયાં. (૧૫૮) - તેમાં એક તળાવમાંથી ઉછળેલા મોજાંઓ વચલા તળાવને છોડીને ત્રીજા તળાવમાં પડતાં તે રાજાએ જોયા. (૧૫૯)
તે જોઈ આશ્ચર્ય પામેલા રાજાએ બ્રાહ્મણોને પૂછયું કે, વળી આ શું આશ્ચર્ય છે ? ત્યારે તેઓએ વિચારીને કહ્યું કે, આ બનાવ પણ ભવિષ્યકાળનું સ્વરૂપ જણાવે છે. (૧૬૦)
જેમ આ મોજાઓ નજદીકનું તળાવ છોડીને ત્રીજા તળાવમાં પડ્યા, તેમ લોકો પણ પોતાના સ્વજનોને છોડીને બીજા લોકોમાં પ્રીતિ કરશે. (૧૬૧)
D:\chandan/new/kalp-p/pm52nd proof