________________
પરિશિષ્ટમ્ [૮] શનિનસુન્દ્રસૂરીશ્વવિરચિતડીપાક્ષિણ્ય ભાષાન્તર I] [૨૩૭
પોતાના ભુજબળથી ત્રણ ખંડોવાળું પૃથ્વીમંડલ જીતીને તે રાજા જ્ઞાની, દાની, ન્યાયી, ધર્મી તથા વિનયી અને પરાક્રમી થશે. (૧૦૯)
વળી તે રાજા મોતીઓના હારો વડે જાણે હેમ નહી? તેમ જિનેશ્વરપ્રભુના ઉવલ મંદિરોથી આ મહાન પૃથ્વીને અખંડિતપણે શોભાવશે. (૧૧૦)
વળી તે રાજા અનાર્ય દેશોમાં લોકોના ઉપકાર માટે સમીતિ શ્રાવકોનો આચાર શીખવવામાં ચતુર, ડાહ્યા (૧૧૧)
અને જિનાગમોના વિચારોને જાણનારા તથા ઉપદેશ આપવામાં ચતુર એવા પોતાના સેવકોને મોકલીને ત્યાંના લોકોને શ્રાવકો કરાવશે. (૧૧૨)
વળી પવિત્ર બુદ્ધિવાળો તે રાજા ત્યાં લોકોને પ્રતિબોધ કરવા માટે ગુરુમહારાજ મારફતે ગીતાર્થોનો વિહાર કરાવશે. (૧૧૩)
એવી રીતે પોતાની શક્તિથી સર્વ દેશોમાં જિનભાષિત ધર્મને પ્રવર્તાવીને દેઢધર્મી એવો તે સંપ્રતિરાજા અનુક્રમે દેવલોકમાં જશે. (૧૧૪)
વળી મારા મોક્ષથી ચારસો સીતેર વર્ષો ગયા પછી ઉજ્જયિની નગરીમાં વિક્રમાદિત્ય રાજા થશે. (૧૧૫)
શ્રીસિદ્ધસેનસૂરિનો ઉપદેશ સાંભળીને જિનેશ્વરપ્રભુના શાસનમાં ભક્તિથી પ્રાપ્ત કરેલ છે સમ્યક્તમાં નિશ્ચય જેણે એવો, (૧૧૬)
પોતાના પરાક્રમથી સિદ્ધ થયેલ છે અગ્નિવેતાલાદિ અનેક દેવતાઓ જેને એવો, સિદ્ધ થયેલી વિદ્યાઓવાળો, સિદ્ધ થયેલ મંત્રોવાળો, સિદ્ધ થયેલ સુવર્ણપુરુષવાળો, (૧૧૭).
ધર્યાદિક ગુણોથી પ્રખ્યાત થયેલો, સ્થાને સ્થાને કસોટીપર સુવર્ણની જેમ મનુષ્યો તથા દેવોએ જેના સત્વની પરીક્ષા કરેલી છે એવો, (૧૧૮)
તે વિક્રમરાજા સન્માનપૂર્વક લક્ષ્મીનું દાન આપીને સમસ્ત પૃથ્વીને કર રહિત કરી પૃથ્વીતલ પર પોતાનો સંવત પ્રવર્તાવશે. (૧૧૯)
વળી દેવોના સમૂહથી ગવાઈ રહેલો છે ગુણોનો સમૂહ જેનો એવો ન્યાયી શકરાજા પાપરૂપી રજને દૂર કરીને તથા પ્રજાને પાળીને, (૧૨)
તે વિક્રમરાજાથી એકસો પાંત્રીસ વર્ષો ગયા પછી ઉજ્જયિનીમાં પોતાનો સંવત ચલાવશે. (૧૨૧) વળી વિક્રમ સંવતના પાંચસો પંચ્યાસી વર્ષો ગયા પછી હરિભદ્રસૂરિ થશે. (૧૨૨)
વળી મારાં નિર્વાણથી નવસો ત્રાણું વર્ષો ગયા પછી ઇદ્રથી વંદાયેલા કાલક નામના આચાર્ય થશે. (૧૨૩)
તે કાલકાચાર્ય કારણથી સર્વ આચાર્યોની સંમતિથી જ પાંચમના દિવસથી ચોથમાં પર્યુષણાપર્વ લાવશે. (૧૨૪)
વળી મારા મોક્ષ પછી બારસો સીતેર વર્ષો ગયા પછી સર્વ વિદ્યાઓના પારંગામી બપ્પભટ્ટી નામના આચાર્ય થશે. (૧૨૫)
D:\chandan/new/kalp-p/pm52nd proof