________________
ર૩૬ ]
[दीपालिकापर्वसंग्रहः ॥ ત્યારે ભગવાને કહ્યું કે, હે ગૌતમ ! મારાં નિર્વાણ પછી નેવ્યાશી પખવાડીયાં ગયા પછી અહીં પાંચમો આરો બેસશે. (૯૨)
વળી મારાં નિર્વાણ પછી બાર વર્ષે તમો ગૌતમ મોક્ષે જશો તથા સુધર્માસ્વામી પણ વીશ વર્ષે મોક્ષે જશે. (૩)
વળી ચોસઠ વર્ષો બાદ જંબૂસ્વામી મોક્ષે જશે અને દશ વસ્તુઓનો અહીં વિચ્છેદ થશે. તે આ પ્રમાણે(૯૪)
આહારકશરીર, મનપર્યવજ્ઞાન, પુલાકલબ્ધિ, પરમાવધિ, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, કેવળજ્ઞાન, ત્રણ પ્રકારનાં સંયમ, (૯૫)
મોક્ષગતિ અને જિનકલ્પ, એ દશ વસ્તુઓ દુઃષમકાળના પ્રભાવથી જંબૂસ્વામીની સાથે જ વિચ્છેદ પામશે. (૯૬)
તેમની પાટે જંબૂસ્વામીએ પ્રતિબોધેલા તથા ચૌદ પૂર્વોના ધરનારા અને પ્રભાવિક એવા તેમના પ્રભવસ્વામી નામે શિષ્ય થશે. (૯૭)
પછી તેમની પાર્ટી દ્વાદશાંગીને ધરનારા અને દશવૈકાલિકનો ઉદ્ધાર કરનારા શäભવસ્વામી થશે અને તે પછી ચૌદ પૂર્વધારી યશોભદ્રસૂરિ થશે. (૯૮)
વળી મારાં નિર્વાણ પછી એકસો સિતેર વર્ષો ગયા પછી તેમના સંભૂતિવિજય તથા ભદ્રબાહુ સ્વામી નામના ચૌદ પૂર્વધારી શિષ્ય થશે. (૯૯)
ઘણા ગ્રંથોના કર્તા ભદ્રબાહુસ્વામી સ્વર્ગે જશે અને તે પછી સંભૂતિવિજયના શિષ્ય સ્થૂલભદ્રજી સર્વ પૂર્વોને ધરનારા થશે. (૧૦૦)
વળી મારાં નિર્વાણ પછી બસો પંદર વર્ષો ગયા પછી સ્થૂલભદ્ર મુનિરાજ દેવલોકમાં ગયા પછી, (૧૦૧)
પહેલું સંઘયણ તથા સંસ્થાન, શુભ એવાં ચાર પૂર્વો અને મહાપ્રાણ નામનું સૂક્ષ્મ ધ્યાન એકી સાથે નાશ પામશે. (૧૦૨)
વળી પાંચસો ચોર્યાસી વર્ષો ગયા પછી વજસ્વામીની હૈયાતી પછી દશ પૂર્વો તથા અર્ધનારાચ સંઘયણનો વિચ્છેદ થશે. (૧૦૩)
વળી છસો સોળ વર્ષો ગયા પછી દુર્બલિકા પુષ્પમિત્ર આચાર્ય પછી સાડાનવ પૂર્વોનો પણ વિચ્છેદ થશે. (૧૦૪).
તેમજ મારા મોક્ષ પછી છસો વીશ વર્ષો ગયા પછી આર્યસૂરિ ગામની અંદર નિવાસ કરશે. (૧૦૫)
વળી છસો નવ વર્ષો વીત્યા પછીરથવીરપુર નામના નગરમાં પાખંડી એવા દિગંબરો થશે. (૧૦૬)
વળી મારા મોક્ષના દિવસથી ત્રણસો વર્ષો ગયા પછી ઉજ્જયિની નામની મહાન નગરીમાં સંપ્રતિરાજા થશે. (૧૦૭)
તે સંપ્રતિરાજા શ્રીમાનું આર્યસુહસ્તી નામના આચાર્યના ઉપદેશથી જાતિસ્મરણ જ્ઞાન પામીને જૈનધર્મ અંગીકાર કરશે. (૧૦૮)
D:\chandan/new/kalp-p/pm52nd proof