________________
૨૩૪]
[दीपालिकापर्वसंग्रहः ॥ વળી તેવા વેષધારી મુનિઓ સાધુઓની મહત્તાને સહન કરશે નહીં અને તેઓની ઉપાસનાને નિવારશે, તથા સાતે ક્ષેત્રોની મર્યાદાને અટકાવશે. (૫૯)
અત્યંત નિર્મલ જલવાળી વાવડીમાં જેમ કાગડાઓ ક્રિીડા કરતા નથી, તેમ જ્ઞાન અને ક્રિયાવાળા ગચ્છમાં મુનિઓ રહેશે નહીં. (૬૦).
વળી તે મુર્ખ મુનિઓ ધર્મના અર્થી હોવા છતાં પણ પંડિતાઈનો ડોળ કરનારા શિથિલ આચારવાળા પરગથ્થોમાં ખુશી થઈને જશે. (૬૧)
તમારે આમ કરવું યોગ્ય નથી, એમ ઉત્તમ સાધુઓએ કહેવાથી તે દુષ્ટ અભિપ્રાયવાળા મૂર્ખ મુનિઓ ક્રોધ પામી તેઓ પર દ્વેષ કરશે. (૬૨).
વળી સર્વજ્ઞપ્રભુનું આ શાસન જાતિસ્મરણ જ્ઞાન, તપ, લબ્ધિ તથા જ્ઞાનસંબંધી અતિશય વિનાનું શબરૂપ સિંહસરખું પ્રભાવ વિનાનું થશે. (૬૩)
પરંતુ પૂર્વના પ્રભાવના માહાભ્યથી જંગલી પશુઓ સરખા તુચ્છબુદ્ધિવાળા કુતીર્થીઓ તે જિનશાસનનો કોઈ પણ વખતે પરાભવ કરી શકશે નહીં. (૬૪)
પરંતુ વચ્ચે ઉત્પન્ન થયેલા ભિક્ષુઓ કૂતરાંની જેમ વિવિધ મતોની પ્રરૂપણાથી શાસનમાં ભેદ પાડશે, એ રીતનું સિંહના સ્વપ્નનું ફળ છે. (૬૫)
કમલોની ઉત્પત્તિ જેમ સરોવરોમાં યુક્ત છે, તેમ ધર્મી માણસોની પણ ઉત્તમ કુળમાં થયેલી ઉત્પત્તિ વખણાય છે. (૬૬)
પરંતુ કાળના પ્રભાવથી તેઓ નીચ કુળમાં જન્મનારા, નહીં ગ્રહણ કરવા યોગ્ય વચનોવાળા તથા હીન ગોત્રપણાથી નિંદનીક થશે. (૬૭)
વળી જેમ કોઈક બુદ્ધિરહિત ખેડૂત ધાન્યની સંપત્તિ માટે ઊખર ભૂમિવાળાં ક્ષેત્રમાં ધાન્યનાં બીજ વાવે છે, (૬૮)
તેમ મૂઢબુદ્ધિવાળા તથા પાત્ર અને અપાત્રની પરીક્ષા નહીં કરનાર લોકો અપાત્રોને પાત્રની બુદ્ધિથી હર્ષવડે ધન આપશે. (૬૯)
વળી પ્રાયે કરીને અપાત્રોને દાન આપવાની બુદ્ધિ થશે અને ભિક્ષાના દોષોને વર્જનારા સાધુઓની તેઓ હાંસી કરશે. (૭૦)
વળી જ્ઞાનાદિ ગુણોરૂપી રત્નોથી ભરેલા અને મલિનતાથી રહિત આશયવાળા સ્વર્ણના કળશ સરખા સ્વલ્પ સાધુઓ થશે. (૭૧).
વળી શિથિલ થયેલ છે જ્ઞાન અને ક્રિયાના આચારો જેમના એવા મલિન કળશ સરખા ઘણા વેશધારીઓ અનેક જગ્યાએ પ્રગટ થશે. (૭૨).
વળી તેવા વેષધારીઓ ઇર્ષ્યાથી મહામુનિઓ સાથે ક્લેશ કરશે અને લોકોમાં તેઓ બન્નેનું તુલ્યપણું થશે. (૭૩)
વળી ગીતાર્થ મુનિઓ તેવા વેષધારીઓ સાથે તેઓ સરખા થઈને વર્તશે. જેમ જલ પીવાથી ઘેલા થયેલા લોકો સાથે ઘેલા નહીં થયેલા એવા રાજા અને પ્રધાન વર્યા હતા. (૭૪)
D:\chandan/new/kalp-p/pm52nd proof