________________
परिशिष्टम् [८] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य भाषान्तरः ॥] [२३३
તથા શતક આદિ એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકો થયા તથા ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓ થઈ. (૪૩)
વળી ભગવાનના ચોમાસાઓની સંખ્યા આ રીતે થઈ-ત્યાં પહેલું અસ્થિકગામમાં અને ત્રણ ચંપા તથા પૃષ્ઠચંપામાં થયાં. (૪૪)
વળી વૈશાલીનગરીની પાસે વાણિજગામમાં બાર, તથા રાજગૃહી નગરીના નાલંદા નામના પાડામાં ચૌદ ચાતુર્માસો થયાં. (૪૫)
છ મિથિલાનગરીમાં અને બે ભદ્રિકાનગરીમાં, એક આયંબિકાનગરીમાં અને એક પ્રણીતભૂમિમાં થયું. (૪૬).
એક શ્રાવસ્તીનગરીમાં અને એક પાપાનગરીમાં હસ્તિપાલરાજાની લેખશાળામાં ભગવાનનું ચાતુર્માસ થયું. (૪૭)
તે ચાતુર્માસમાં તે વખતે ભગવાને પોતાનું સ્વલ્પ આયુ જાણીને લોકોપર અનુકંપા લાવી સોળ પહોર સુધી ધર્મદેશના આપી. (૪૮)
તે વખતે પ્રભુને વાંચવા માટે આવેલા પુણ્યપાલરાજાએ વિનંતિ કરી કે, હે પ્રભુ! મેં આઠ સ્વપ્ન જોયાં છે અને તેઓનો નામ અનુક્રમ આ પ્રમાણે છે-(૪૯)
જીર્ણશાળામાં આસક્ત થયેલો હાથી, ચાલતા કરનારો વાનર, કાંટાઓથી ભરેલું ખીજડાનું વૃક્ષ, વાપિકા જેમને પ્રિય નથી એવા કાગડા. (૫૦)
શબસરખો પરંતુ અન્યોથી પરાભવ ન પામતો એવો સિંહ, અયોગ્ય સ્થાનકે કમલોની ઉત્પત્તિ, ઊખર ભૂમિમાં બીજનું વાવવું, અને મેલથી લીંપાયેલા સુવર્ણના કળશો (એ રીતે આઠ સ્વપ્નો મેં જોયાં છે.) (૫૧)
માટે જ્ઞાનથી જાણેલ છે ત્રણે જગતનો સ્વભાવ જેમણે એવા હે ભગવન્! આપ એ સ્વપ્નોનું ફળ કહો ? એમ તે રાજાએ વિનંતી કરવાથી શ્રીવીરપ્રભુએ તેનું (નીચે મુજબ) ફળ કહ્યું. (૫૨)
કાળે કરીને ગૃહસ્થાશ્રમ જીર્ણશાળા સરખો દુઃખ, દારિદ્ર, દીનતા, પીડા, રોગો તથા ભયવાળો થશે. (૫૩)
અને તેમાં આસક્ત થયેલો ગૃહસ્થરૂપી હાથી દુઃખ થયે છતે પણ સુખે સેવવાલાયક એવી વ્રતશાળાને સ્વીકારશે નહીં, તથા સ્વીકારેલી એવી પણ તે વ્રતશાળાનો ત્યાગ કરશે. (૫૪)
વળી મુનિઓ વાનરની પેઠે ચપલસ્વભાવવાળા તુચ્છવીર્યવાળા અને સ્વચ્છંદી થઈ જ્ઞાન અને ક્રિયામાં શિથિલતાવાળા થશે. (૫૫)
વળી દઢ વ્રતધારી એવા જે મુનિઓ ધર્મકાર્યોના સંબંધમાં જો તેમને શિખામણ આપશે, તો ગામડામાં રહેલા ગામડીયાઓ જેમ નાગરિકની હાંસી કરે, તેમ તેઓની તેઓ હાંસી કરશે. (૫૬)
ઉત્તમ જ્ઞાન અને ક્રિયાની ભક્તિવાળા, શાસનનો પ્રભાવ કરનારા, સાતે ક્ષેત્રોમાં દાન આપનારા અને ઉત્તમ ચારિત્રયુક્ત મુનિઓ પ્રત્યે પ્રીતિ રાખનારા, (૫૭)
એવા ક્ષીરવૃક્ષસરખા શ્રાવકોને ઠગાઈ કરનારા અને સર્વ જગ્યાએ અતિશય અદેખાઈ કરનારા એવા બાવળસરખા વેષધારી મુનિઓ (ધર્મકાર્યોમાં) અટકાવશે. (૫૮)
D:\chandan/new/kalp-p/pm52nd proof