________________
परिशिष्टम् [८] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य भाषान्तरः ॥] [२३१
એ રીતનું ગુરુમહારાજનું વચન પોતાના બન્ને કર્ણોથી સાંભળીને તે વિચક્ષણ રાજાએ ગુરુ પ્રત્યે ઘણો પ્રેમ લાવી વચન કહ્યું કે, (૧૦)
હે મુનિમહારાજ ! એક કંગાલ ભિક્ષુક, પરંતુ પુણ્યશાળી એવા મેં આપની કૃપાથી આ રાજ્ય મેળવ્યું છે. (૧૧)
માટે હે પ્રભુ! આપ આ રાજ્ય ગ્રહણ કરો? અને મારા પર કૃપા કરો? એ રીતનું વૃત્તાંત કહેતા એવા તે રાજાને આચાર્ય મહારાજે કહ્યું કે, (૧૨)
હે નિર્મલ બુદ્ધિવાળા રાજન ! અમોને રાજ્યની ઈચ્છા નથી. કેમકે અમોને અમારાં શરીરપર પણ મમતા નથી, માટે જે પુણ્યથી તમોને રાજ્ય મળ્યું છે, તે પુણ્ય કરવામાં તમો સાવધાન થાઓ ? (૧૩)
વળી તમારે નિર્મલ સમ્યક્ત ધારણ કરવું, જિનેશ્વરપ્રભુની પૂજા કરવી, ઉત્તમ સાધુઓને સેવવા તથા હમેશાં દાનાદિરૂપ ધર્મને ધારણ કરવો. (૧૪)
વળી આ ધર્મ સઘળા પર્વોને વિષે વિશેષ પ્રકારે કરવો, એવી રીતે ગુરુમહારાજે કહેવાથી તે સંપ્રતિ રાજાએ (મનમાં) સંશય લાવી કહ્યું કે, (૧૫)
હે ભગવન્! વાર્ષિક (પર્યુષણા) આદિ પર્વો તો જિનાગમમાં પ્રખ્યાત છે, પરંતુ દીવાળીનું પર્વ લોકોમાં તથા લોકોત્તરમાં શા માટે પ્રખ્યાત થયેલું છે ? (૧૬)
વળી આ પર્વમાં લોકો ઉત્તમ વસ્ત્રો તથા આભૂષણો શા માટે પહેરે છે? તથા પશુઓ, ઘર તથા વૃક્ષઆદિને શા માટે શણગારવામાં આવે છે? (૧૭)
ત્યારે ગુરુમહારાજે કહ્યું કે, હે રાજન્ ! જે કારણ માટે આ દીવાળીપર્વ પ્રખ્યાત થયું છે, તેનો સંબંધ તમો સાંભળો–(૧૮)
શ્રી મહાવીર પ્રભુ પ્રાણતસ્વર્ગના પુષ્પોત્તર નામના વિમાનથી ચ્યવીને અષાડ સુદ છઠ્ઠને દિવસે હસ્તોત્તરા નક્ષત્રમાં, (૧૯).
કંડગ્રામના અધિપતિ સિદ્ધાર્થરાજાની ત્રિશલા નામની રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા, તે વખતે તે ત્રિશલારાણીએ આ પ્રમાણે સ્વપ્નો જોયાં. (૨૦) - સિંહ, હાથી, વૃષભ, મહાલક્ષ્મી, પુષ્પમાલા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કળશ, પદ્મસરોવર, ક્ષીરસમુદ્ર, વિમાન, રત્નોનો સમૂહ અને અગ્નિ, એમ અનુક્રમે જાણવાં. (૨૧)
એ રીતે ચૌદ સ્વપ્નોથી સૂચિત થયેલા એવા તે શ્રીજિનેશ્વરપ્રભુનો ચૈત્રમાસની સુદ તેરસને દિવસે જન્મ થયો. (૨૨)
તે વખતે અવધિજ્ઞાનથી જિનેશ્વરપ્રભુનો જન્મ જાણીને સંતોષ પામી સર્વ દિક્યારીઓએ તેમનાં જન્મ કાર્યો કર્યા. (૨૩).
વળી ઈદ્રોએ અવધિજ્ઞાનથી તે વૃત્તાંત જાણીને પ્રભુના જન્મનો સ્નાત્ર મહોત્સવ મેરુપર્વતના શિખરપર કર્યો. (૨૪)
રાજ્ય, લક્ષ્મી તથા ભોગ આદિની વૃદ્ધિ થવાથી માતાપિતાએ તે પ્રભુનું “વર્ધમાન” એવું યથાયોગ્ય નામ પાડ્યું. (૨૫)
D:\chandan/new/kalp-p/pm52nd proof