________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૮ ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ સમ્યક્ત્વ સન્મુખ થયેલો જીવ અરિહંતદેવ તરફના લક્ષ વખતેય તે વિકલ્પમાં અટકવા માંગતો ન હતો પણ અંતરમાં નિજસ્વરૂપનો નિર્ણય કરીને અંતર્મુખ થવા માંગતો હતો, –આવા લક્ષને કારણે અરિહંતની શ્રદ્ધાને પણ સમ્યગ્દર્શન કહી દીધું. પણ અંતસ્વભાવ તરફ જે ઢળે નહીં તેને વ્યવહાર લાગુ પડતો નથી.
આ છઠુંઢાળા તો જૈનધર્મનું તત્ત્વજ્ઞાન કરાવવા માટેનું પાઠયપુસ્તક છે, મોટાને તેમજ બધા બાળકોને પણ તે ભણાવવા જેવું છે; સહેલું ને બધાને સમજાય તેવું છે, અને પ્રયોજનભૂત એવા વીતરાગ-વિજ્ઞાનનું સ્વરૂપ આમાં સમજાવ્યું છે. અહો, વીતરાગવિજ્ઞાનનું આવું ભણતર તો ઘરે ઘરે ભણાવવું જોઈએ; બાકી લૌકિક ભણતરમાં તો કાંઈ હિત નથી. આ તો સર્વજ્ઞભગવાને ભણાવેલું વીતરાગી ભણતર છે, ને અપૂર્વ હિતકારી છે.
જેમને જ્ઞાનાદિ ગુણો પૂરા ખીલી ગયા છે ને રાગાદિ દોષનો સર્વથા અભાવ થયો છે એવા સર્વજ્ઞ-વીતરાગ તે સાચા દેવ છે, ભેદજ્ઞાનવડે એવી દશાને સાધી રહેલા શુદ્ધોપયોગી સંત તે સાચા ગુરુ છે, અને આવા દેવ-ગુરુએ હેલાં તત્ત્વો તે શાસ્ત્ર છે;-સમ્યગ્દર્શનની ભૂમિકામાં આવા સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની જ શ્રદ્ધા હોય, તે વ્યવહાર છે; તેનાથી વિરુદ્ધ દેવ-ગુરુ-શાસ્ત્રની માન્યતા વ્યવહારમાં પણ હોતી નથી. દેવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com