Book Title: Dhhadhala Pravachana 3
Author(s): Daulatram Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 263
________________ Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates ૨૪૮] ૬૯૪. આત્માનો સ્વભાવ દુ:ખનું કારણ થાય ? ના, આત્માનો સ્વભાવ સુખનું જ કારણ છે. ૬૯૫. રાગ કે પુણ્ય કદી સુખનું કારણ થાય ? ના, રાગ અને પુણ્ય તો સદાય દુ:ખનું જ કારણ છે. ૬૯૬. આમ જાણનાર જીવ શું કરે છે? પુણ્ય-પાપથી જુદો પડીને આત્મા તરફ વળે છે. ૬૯૭. પુણ્યથી ભવિષ્યમાં સુખ મળશે એ સાચું? -ના. ૬૯૮. અજ્ઞાનીઓ કોને આદરે છે? -પુણ્યને. ૬૯૯. જ્ઞાની કોને આદરે છે? [વીતરાગવિજ્ઞાન ભાગ-૩ પુણ્ય-પાપ વગરની જ્ઞાનચેતનાને. ૭૦૦. આત્માને એકકોર મુકીને ધર્મ થઈ શકે? કદી ન થાય; આત્માને ઓળખીને જ ધર્મ થાય. ૭૦૧. સમ્યગ્દર્શનનાં નિમિત્ત કોણ છે? સાચાં દેવ-ગુરુ-ધર્મ જ સમ્યક્ત્વનાં નિમિત્ત છે. ૭૦૨. ગુણ શું? પર્યાય શું? દ્રવ્ય શું? ટકે તે ગુણ, પલટે તે પર્યાય, ગુણ-પર્યાયવંત દ્રવ્ય. ૭૦૩. વીતરાગી દેવ કોણ ? – અરિહંત અને સિદ્ધ. ૭૦૪. નિગ્રંથ ગુરુ કોણ ? -આચાર્ય-ઉપાધ્યાય-સાધુ. ૭૦૫. સાચો ધર્મ ક્યો ? –સમ્યકત્વાદિ વીતરાગભાવ. ૭૦૬. ઈંડામાં જીવ છે? હા, તે પંચેન્દ્રિય જીવ છે, તેનો આહાર તે માંસાહાર જ છે. ૭૦૭. વીતરાગમાર્ગમાં અહિંસા કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272