Book Title: Dhhadhala Pravachana 3
Author(s): Daulatram Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 268
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન ભાગ-૩] [ ૨૫૩ ૭૫૪. સાચા શ્રુતજ્ઞાનનું ફળ શું? .. આનંદ અને વીતરાગતા. ૭૫૫. બાહ્યભણતરની કે ઇન્દ્રિયજ્ઞાનની મહત્તા કોને લાગે? આત્માના કેવળજ્ઞાનસ્વભાવને જે નથી જાણતો તેને. ૭પ૬, ધર્મીને બહારના ઠાઠ-વૈભવનો મદ કેમ નથી? કેમકે સૌથી શ્રેષ્ઠ એવો ચૈતન્યભવ તેણે દેખ્યો છે. ૭૫૭. ધર્મીનાં જાતિ અને કૂળ ક્યા છે? અમે સિદ્ધભગવંતોની જાતના, તીર્થકરોના કૂળના છીએ. ૭૫૮. ભરત અને બાહુબલી લડ્યા ત્યારે શું થયું? તે વખતેય બંનેની જ્ઞાનચેતના રાગથી જુદી જ હતી. ૭૫૯, શુભરાગને ધર્મ માને તેને ત્યાગ-વૈરાગ હોય? – ના. ૭૬૦. સમ્યગ્દષ્ટિ અવતી હોય તોપણ પ્રશંસનીય છે? હા, અવતી હોય છતાં તેનું સમ્યકત્વ પ્રશંસનીય છે. ૭૬૧. સંત-જ્ઞાનીઓ વારંવાર શું કહે છે? જરાપણ કાળ ગુમાવ્યા વગર સમ્યકત્વને ધારણ કરો. ૭૬ર. સમ્યગ્દર્શન તો ગમે તે ધર્મમાં થાય ને? ના; જૈનમાર્ગ સિવાય બીજે સમ્યગ્દર્શન હોતું નથી. ૭૬૩. સમ્યગ્દર્શન થતાં જીવને શું થયું? તે પંચપરમેષ્ઠીની નાતમાં ભળ્યો. ૭૬૪. સમ્યગ્દર્શન વગરની શુભ કરણી પણ કેવી છે? તે પણ જીવને દુઃખકારી છે. ૭૬૫. શું નરકમાં સમ્યગ્દષ્ટિ હોય? –હા, અસંખ્યાત છે. ૭૬૬, કોઈ સમ્યગ્દષ્ટિ-મનુષ્ય મરીને વિદેહમાં ઊપજે? –ના. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272