Book Title: Dhhadhala Pravachana 3
Author(s): Daulatram Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 266
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન ભાગ-૩] [૨૫૧ ૭૨૯. જેણે ચૈતન્યસુખ ચાખ્યું નથી તેને શું હોય છે? તેને ઊંડઊંડ રાગની-પુણ્યની-ભોગની ચાહના હોય છે. ૭૩૦. સમ્યગ્દષ્ટિ જીવ ક્યાં વર્તે છે? ચેતનામાં જ તન્મય વર્તે છે, રાગમાં વર્તતો નથી. ૭૩૧. ધર્મ કરશું તો પૈસા મળશે – એ સાચું? ના, એને ધર્મની ખબર નથી, તે તો રાગને ધર્મ સમજે છે. ૭૩૨. ધર્મથી શું મળે ? -ધર્મથી આત્માનું વીતરાગીસુખ મળે. ૭૩૩. પુણ્યરૂપ ધર્મ કેવો છે? તે સંસાર–ભોગનો હેતુ છે, તે મોક્ષનો હેતુ નથી. ૭૩૪. તે પુણ્યને કોણ ઈચ્છે છે? -અજ્ઞાની. ૭૩૫. ધર્મી કોને વાંછે છે? તે પોતાના ચૈતન્ય-ચિંતામણિ સિવાય કોઈને વાંછતો નથી. ૭૩૬. સ્વર્ગનો દેવ આવે તો? –તે કાંઈ ચમત્કાર નથી; ખરો ચમત્કાર તો ચૈતન્યદેવનો છે. ૭૩૭. વીતરાગતાનો સાધક ધર્મી કોને નમે ? વીતરાગી દેવ સિવાય બીજા કોઈ દેવને તે નમે નહિ. ૭૩૮. અરિહંતના શરીરમાં રોગ કે અશુચી હોય ? – ના. ૭૩૯. સાધકના શરીરમાં રાગાદિ હોય ? હા, પણ અંદર આત્મા સમ્યક્ત્વાદિથી શોભી રહ્યો છે. ૭૪૦. મુનિઓનો શણગાર શું? -રત્નત્રય તેમનો શણગાર છે. ૭૪૧. એવા મુનિઓને દેખતાં આપણને શું થાય છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272