________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૭૧
આચાર્યદેવે કહ્યું કે ‘જીવાદિ નવતત્ત્વોને ભૃતાર્થથી જાણવા તે સમ્યગ્દર્શન છે' ત્યાં ભૂતાર્થદષ્ટિ કરતાં જ તેમાં શુદ્ધઆત્માની પ્રતીત આવી, ને નવતત્ત્વના વિકલ્પ છૂટી ગયા. શુદ્ધદષ્ટિમાં નવ ભેદ નથી, તેમાં તો એકલો શુદ્ધાત્મ ભગવાન જ આનંદસહિત પ્રકાશમાન છે; ને આવા આત્માની દષ્ટિપૂર્વક નવતત્ત્વની પ્રતીતનું આ વર્ણન છે. એકલા નવતત્ત્વ ગોખ્યા કરે ને તેના વિકલ્પને અનુભવ્યા કરે પણ જો શુદ્ધઆત્માને દૃષ્ટિમાં ન લ્યે તો તેને સમ્યગ્દર્શન થતું નથી, તે તો બહિરાત્મા જ રહે છે. અહીં તો અંતરાત્મા થયેલો જીવ, વિકલ્પોથી છૂટો પડીને નવતત્ત્વને જેમ છે તેમ જાણે છે તેની વાત છે, ને તેને વ્યહારસમ્યગ્દર્શન કહેવાય છે. અંતરમાં શુદ્ધાત્મામાં જ સ્વામીત્વબુદ્ધિ વર્તે છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. જ્યાં જે અપેક્ષા હોય તે સમજવી જોઈએ. નિશ્ચયશ્રદ્ધાના વિષયમાં નવ ભેદ ન આવે, તેમાં તો એકલા નિજરૂપની જ શ્રદ્ધા છે. જેમ રાજાની સાથેના બીજા માણસોને દેખીને તેમને પણ ‘આ રાજા આવ્યો એમ ઉપચારથી કહેવાય છે; ખરેખરો રાજા તો તે નથી, જુદો છે. તેમ શુધ્ધાત્મા... સમાન છે. પણ તેની સાથે નવતત્ત્વની પ્રતીત... નવતત્ત્વ શ્રદ્ધા વગેરેના જે વિકલ્પો હોય છે તે વ્યવહારમાં બતાવ્યા તેવા જ હોય છે, એનાથી વિરુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com