________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨]
[વતીરાગવિજ્ઞાન ભાગ-૩ હોય તોપણ ધર્મીને માર્ગની શંકા પડતી નથી, કે તત્ત્વમાં તે મુંઝાતો નથી. નિશ્ચય જે પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ તેમાં તો મુંઝાતો નથી, ને વ્યવહારમાં એટલે કે દેવ-ગુરુ-શાસ્ત્ર-તત્ત્વ વગેરે ના નિર્ણયમાં પણ તે મુંઝાતો નથી. સુખનો માર્ગ એવો વીતરાગજૈનમાર્ગ, અને દુઃખનો માર્ગ એવા કુમાર્ગો, તેમની અત્યંત ભિન્નતા ઓળખીને કુમાર્ગનું સેવન-પ્રશંસાઅનુમોદના સર્વ પ્રકારે છોડે છે.
કુમાર્ગને માનનારા જીવો ઘણા હોય ને સાચા માર્ગને જાણનારા જીવો તો થોડા જ હોય, –પણ તેથી ધર્મી મુંઝાય નહીં કે ક્યો માર્ગ સાચો હશે ! અરે, હું એકલો હોઉં તોપણ મારા હિતનો જે માર્ગ મેં જાણ્યો છે તે જ પરમ સત્ય છે, ને એવો હિતમાર્ગ બતાવનારા વીતરાગી દેવ-ગુરુ જ સત્ય છે; સ્વાનુભવથી મારું આત્મતત્ત્વ મેં જાણી લીધું છે, તેનાથી વિરુદ્ધ જે કોઈ માન્યતા હોય... માન્યતાને હોય તે બધી ખોટી છે; આમ નિઃશંકાપણે ધર્મીએ કુમાર્ગની માન્યતાને અસંખ્યપ્રદેશથી વસરાવી દીધી છે. તે શુદ્ધદષ્ટિવંત જીવ કોઈ ભયથી, આશાથી, સ્નેહથી કે લોભથી કુદેવાદિને પ્રણામવિનય કરતો નથી.
અરે જીવ! તને આવું મનુષ્યપણું મળ્યું, આવા સત્ય જૈનધર્મનો યોગ મળ્યો, તો હવે આ અવસરમાં તારી વિવેકબુદ્ધિથી સાચા-ખોટાની પરીક્ષા કરીને નિર્ણય કર; આત્માને પરમ હિતકાર એવા સર્વજ્ઞભગવાનના માર્ગનું સ્વરૂપ સમજીને તેનું સેવન કર, ને કુમાર્ગના સેવનરૂપ મૂઢતાને છોડ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com