Book Title: Dhhadhala Pravachana 3
Author(s): Daulatram Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 250
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન ભાગ-૩] [ ૨૩૫ ૫૫૧. મોક્ષમાર્ગ કેટલો છે? રત્નત્રયની જેટલી શુદ્ધતા હોય તેટલો. પપર. મોક્ષમાર્ગનો કોઈ અંશ શુભ રાગને કે શરીરને આશ્રયે છે? ના, આખોય મોક્ષમાર્ગ આત્માના જ આશ્રયે છે. પપ૩. તે મોક્ષમાર્ગ કેવો છે? સરસ.. સુંદર અને સ્વાધીન છે. ૫૫૪. સરસ અને સુંદર કેમ છે? કેમકે રાગ વગરનો છે, રાગમાં સુંદરતા નથી. ૫૫૫. નિશ્ચય સમ્યગ્દર્શન શું છે? પરથી ભિન્ન આત્માની રુચિ તે સમ્યકત્વ છે. પપ૬. તે સમ્યકત્વ કેવું છે? ભલું છે, ઉત્તમ છે, સારું છે, હિતકર છે, સત્ય છે. પપ૭. સમ્યજ્ઞાન શું છે? આત્મસ્વરૂપનું જાણપણું તે સાચી જ્ઞાનકળા છે. પપ૮. સમ્યફચારિત્ર શું છે? આત્મસ્વરૂપમાં લીનતા તે સમ્યક ચારિત્ર છે. પપ૯, સુખી થવા જીવે શું કરવું? આવા મોક્ષમાર્ગના ઉદ્યમમાં લાગ્યા રહેવું. પ૬૦. સૌથી શ્રેષ્ઠ કળા કઈ ? આત્મસ્વરૂપને જાણવારૂપ જ્ઞાનકળા સૌથી શ્રેષ્ઠ છે. પ૬૧. તે જ્ઞાનકળા કેવી છે? આનંદની કીડા કરતી-કરતી કેવળજ્ઞાનને સાધે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272