________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ જ્ઞાન અને ચારિત્ર અપેક્ષાએ જઘન્યપણું છે.
જુઓ, અંતરાત્મા ઉત્તમ હો મધ્યમ હો કે જઘન્ય હો, તે ત્રણ પ્રકારના અંતરાત્માઓ મોક્ષમાર્ગી છે. (તીનોં શિવમરવારી) ચોથા ગુણસ્થાનવાળા જઘન્ય અંતરાત્મા પણ મોક્ષમાર્ગી છે, શિવમ ચારી છે. ચોથાથી બારમાં ગુણસ્થાન સુધીના બધાય અંતરાત્માઓ મોક્ષમાર્ગમાં ચાલનારા છે. નિશ્ચય સમ્યગ્દર્શન થયું તેના પ્રતાપે મોક્ષમાર્ગ શરૂ થઈ ગયો છે. જેને નિશ્ચય સમ્યગ્દર્શન નથી એવા જીવો વ્રતાદિ કરે ને દ્રવ્યલિંગ ધારે તોપણ અંતરાત્માના વર્ગમાં નથી આવતા, તે તો બહિરાત્મા જ છે. વ્રતરહિત પરંતુ સમ્યકત્વસહિત એવા જીવો તો મોક્ષમાર્ગી છે, પણ સમ્યકત્વરહિત ને વ્રત-સહિત એવા જીવો મોક્ષમાર્ગમાં નથી. ભલે કોઈ પંચમહાવ્રત પાળતો હોય, દ્રવ્યલિંગી સાધુ હોય, તોપણ જે મિથ્યાષ્ટિ છે તેને ચારિત્રના લેશનો પણ સદ્દભાવ નથી કહ્યો; અને આવતી હોવા છતાં સમ્યગ્દષ્ટિધર્માત્માને ચારિત્રમોહની ચાર પ્રકૃતિ (અનંતાનુબંધી ક્રોધાદિ) નો તો અભાવ થયો છે, તેટલા અંશે તેનો ચારિત્રગુણ ખીલ્યો છે. અહા, સમ્યગ્દષ્ટિ જીવોની અંતરની દશા કોઈ અનેરી છે. આ છહુઢાળાના રચનાર પ. દૌલતરામજી ભજનમાં સમ્યગ્દષ્ટિની અદ્ભુત દશાનું વર્ણન કરતાં કહે છે કે
ચિનૂરત દગધારિકી મોહી રીતિ લગત હૈ અટાપટી...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com