________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૮૩ ચૈતન્યબિંબપણે સિદ્ધાલયમાં અનંતા બિરાજે છે, તેમને શરીર ન હોવાથી “નિકલ પરમાત્મા’ કહેવાય છે. અને અરિહંત-ભગવાન અઢીદ્વીપ સંબંધી મનુષ્યલોકમાં તેરમાચૌદમા ગુણસ્થાને શરીર સહિત વિચરે છે, તેમને સકલ પરમાત્મા” કહેવાય છે. [ કલ=શરીર; તેનાથી સહિત તે સકલ; તેનાથી રહિત તે નિકલ.] કેવળજ્ઞાનાદિ ગુણો તે બંને પરમાત્માને સરખા છે. પરમાત્માની શી વાત! એમને ઓળખતાં તો આત્માનું સાચું સ્વરૂપ ઓળખાઈ જાય છે.
પરમાત્મપદને સાધનારા મુનિવરોની દશા પણ અદ્દભુત હોય છે. જાણે નાનકડા ભગવાન! મુનિની સૌમ્યમુદ્રામાં તો વીતરાગતાની ઝલક વર્તે છે... ઉપશમરસમાં એમનો આત્મા ઝૂલી રહ્યો છે. છઠ્ઠી ગુણસ્થાન વખતે તેમને મધ્યમ–અંતરાત્મા કહ્યા, પણ જ્યારે તેઓ મુનિ થયા ત્યારે પ્રથમ તેમને શુદ્ધોપયોગમાં સાતમું ગુણસ્થાન પ્રગટયું હતું એટલે કે ઉત્તમ અંતરાત્માપણું થયું હતું. પછી શુભ ઉપયોગમાં આવતાં તેમને મધ્યમ કહ્યા. પરંતુ શુભરાગને જે મોક્ષમાર્ગ માને છે. એટલે રાગાદિ વિભાવોને જ નિજસ્વભાવ માને છે, એવા સમ્યગ્દર્શન વગરના જીવો તો બંધમાર્ગમાં જ છે, મોક્ષના માર્ગને તેઓ જાણતા નથી.
સમ્યગ્દષ્ટિએ સર્વજ્ઞપરમાત્માને શ્રદ્ધામાં લીધા છે. સર્વજ્ઞતાને પામેલા જીવો જગતમાં છે, અને મારો આત્મા પણ એવી તાકાતવાળો છે-એમ ધર્મી જાણે છે. પરમ એટલે ઉત્કૃષ્ટ પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com