________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૭૬ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
વીતરાગ છે,) એ રીતે નીચલી દશામાં રાગ હોવા છતાં અંતરાત્મા તેનાથી ભિન્ન પોતાના ચેતનસ્વરૂપને જાણનારા છે, રાગને મોક્ષમાર્ગ માનતા નથી. તેમાં સાતથી બાર ગુણસ્થાન સુધીના ઉત્તમ અંતરાત્માઓ તો શુદ્ધોપયોગવડે પોતાના નિર્વિકલ્પઆનંદને જ અનુભવી રહ્યા છે, પરમાત્મદશા તેમને ઘણી નજીક વર્તે છે. શુદ્ધોપયોગી થઈને અંતરમાં ચૈતન્ય-ગોળાને સાક્ષાત અનુભવી રહ્યા છે. બીજા અંતરાત્માઓને પણ આવા આત્માનું ભાન તો છે, ને નિર્વિકલ્પધ્યાન ક્યારેક થાય છે.
અરે, અંતરાત્માની ઓળખાણ પણ ઘણી સૂક્ષ્મ છે; એને ઓળખે તો જીવ-અજીવનું ભેદજ્ઞાન થઈ જાય એવું છે. * દેહાદિ બાહ્યને આત્મા માને તે બહિરાત્મા.
* પરથી ભિન્ન અંતરમાં આત્મસ્વરૂપને જાણે તે અંતરાત્મા.
* ઉત્કૃષ્ટ-પરમજ્ઞાનઆનંદદશાને
પામેલા તે
પરમાત્મા.
આત્માની આવી ત્રણદશાને ઓળખીને, બહિરાત્મપણું છોડવું, અને અંતરાત્મા થઈને પરમાત્મપદને સાધવું. પરમાત્માની ઓળખાણ અંતરાત્માને જ થાય છે, બહિરાત્મા તેને ઓળખી શકતો નથી. બહિરાત્મા તો શરીરને જ દેખે છે.
શરીર અને હું જુદા છીએ-એમ શરીરથી ભિન્નતા પણ જેને નથી ભાસતી તે રાગથી ભિન્ન થવારૂપ વીતરાગી મોક્ષમાર્ગમાં ક્યાંથી આવશે? અંતરમાં રાગથી પણ ચેતનભાવ જુદો છે એવું ભાન કર્યા વગર મોક્ષમાર્ગ થાય નહીં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com