________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૬૭ જઘન્ય એમ ત્રણ પ્રકારના અંતરાત્મા જાણવા. –ચોથાથી બારમાં ગુણસ્થાન સુધીના આ બધાય અંતરાત્મા જીવો આત્માને જાણનારા છે ને મોક્ષમાર્ગમાં ચાલનારા છે. બાર અંગને જાણનારા ગણધરભગવાન, અને એક નાનું સમ્યગ્દષ્ટિ દેડકું-એ બંને અંતરાત્મા છે, બંને શિવમગચારી” છે-મોક્ષમાર્ગી છે. જુઓ, ચોથા ગુણસ્થાનવર્તી અવિરત-સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ મોક્ષમાર્ગી કહ્યા છે. સમન્તભદ્રસ્વામીએ પણ કહ્યું છે કે- “ગૃહસ્થો મોક્ષમાસ્થ નિદો'(રત્નકાંડ શ્રાવકાચાર).
* પરમાત્માનું સ્વરૂપ * શુદ્ધાત્માના ધ્યાનરૂપ શુદ્ધોપયોગવડ ઘાતકર્મોને દૂર કરીને, કેવળજ્ઞાનરૂપ પરમપદ જેમણે પ્રગટ કર્યું છે તેઓ પરમાત્મા છે, તેઓ લોકાલોકને પ્રત્યક્ષ જાણનારા છે. તે પરમાત્માના બે પ્રકાર છે: અરિહંત પરમાત્મા, અને સિદ્ધ પરમાત્મા. અરિહંત પરમાત્મા શરીરહિત હોવાથી તેમને સર્કલ પરમાત્મા કહેવાય છે; એવા લાખો અરિહંત ભગવંતો વિદેહક્ષેત્રમાં અત્યારે વિચારી રહ્યા છે, અને સદાય થયા કરે છે. સિદ્ધપરમાત્માને શરીર હોતું નથી તેથી તેમને નિ–કલ પરમાત્મા કહેવાય છે, તેઓ જ્ઞાનશરીરી છે, તેઓ આઠેકર્મથી રહિત છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાને બિરાજમાન જીવો અરિહંત પરમાત્મા છે; અને ગુણસ્થાનથી પાર, દેહાતીત સિદ્ધ ભગવંતો છે. સિદ્ધ-પરમાત્મા એટલે ચાર ગતિથી મુક્ત જીવ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com