________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૬૫
નિશ્ચયસમ્યગ્દર્શનમાં તો એક જ્ઞાયકભાવરૂપ અખંડ જીવ કે જે શુભાશુભભાવરૂપે પણ પરિણમતો નથી એવા શુદ્ધ જીવની અભેદ શ્રદ્ધા છે, તેમાં ભેદ પડતા નથી. અહીં વ્યવહાર–સમ્યગ્દર્શનના વિષયરૂપ સાત તત્ત્વોનું કથન છે તેથી તેમાં જીવની અવસ્થાના પ્રકારો બતાવ્યા છે. નિશ્ચયથી બધા જીવો જ્ઞાનસ્વભાવી એકસરખા છે; અવસ્થા અપેક્ષાએ જીવોના ત્રણ પ્રકાર છે- (૧) બહિરાત્મા; (૨) અંતરાત્મા; (૩) ૫રમાત્મા. આ ત્રણ તો જીવની પર્યાયો છે; ને દ્રવ્યસ્વભાવથી બધા જીવો પ૨માત્મસ્વરૂપ પરિપૂર્ણ છે, તે સ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્ર થતાં પર્યાયમાંથી બહિરાત્મપણું ટળીને જીવ પોતે અંતરાત્મા અને ૫રમાત્મા થાય છે. પરમાત્મા થયેલા કોઈ જીવ ફરીને હિરાત્મા ન થાય, પણ બહિરાત્મા જીવ સમ્યક્ત્વાદિ દ્વારા પ૨માત્મા થઈ શકે છે. અહો, એકેક જીવમાં પરમાત્મા થવાની સ્વતંત્ર તાકાત, એ વાત જૈનશાસન જ બતાવે છે.
જગતમાં ભિન્નભિન્ન અંનતા જીવો છે; દરેક જીવનું લક્ષણ જ્ઞાનચેતના છે. અવસ્થામાં તે જીવો ત્રણપ્રકારરૂપે પરિણમે છે, તેનું સ્વરૂપ આ ત્રણ શ્લોકમાં બતાવ્યું છે:
* બહિરાત્માનું સ્વરૂપ *
પોતાનું અંતરંગ જ્ઞાનસ્વરૂપ ભૂલીને બહારમાં શરીર અને જીવને એક માનીને જે વર્તે છે તે મિથ્યાદષ્ટિ બહિરાત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com