________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ જ આશ્રયે મોક્ષમાર્ગ છે. –આ જૈનધર્મનો સિદ્ધાંત છે.
જૈનસિદ્ધાંતનું તથ્ય એ છે કે, આત્મા પોતે જ્ઞાનઆનંદથી ભરપૂર ભગવાન છે-તે અનુભવમાં આવે. આવા અનુભવને જ જૈનશાસન કહ્યું છે. જ્ઞાન-આનંદસ્વરૂપમાં દષ્ટિ કરીને એકાગ્ર થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે, ને પૂર્ણ લીન થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે, ને પૂર્ણ લીન થતાં મોક્ષદશા થાય છે. અંશ અને અંશી એક જાતના હોય છે; અંશીનો અંશ તેવી જાતનો હોય છે; સાચા કારણ-કાર્ય એક જાતનાં જ હોય છે; અંશ પોતાની જાતના અંશીના જ આશ્રયે પ્રગટે, પણ વિજાતના આશ્રયે ન પ્રગટે. સાચા જ્ઞાનનો અંશ જ્ઞાનના જ આશ્રયે પ્રગટે, રાગના આશ્રયે ન પ્રગટે. રાગના સેવન વડે તો રાગનું જ કાર્ય પ્રગટે, પણ જ્ઞાન ન પ્રગટે. અંશીની સાથે એકતા કરીને પ્રગટેલો અંશ તે જ સાચો અંશ છે. (પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ સાચી શરૂઆત છે.) પૂર્ણતાનું લક્ષ કહો કે સમ્યગ્દર્શન કહો, તેનાથી જ મોક્ષમાર્ગની શરૂઆત છે. આત્મા આખો આનંદસ્વભાવ છે, તેના અનુભવથી જ આનંદ પ્રગટે છે. રાગના આશ્રયે આનંદનો અનુભવ કદી ન થાય, કેમકે આનંદ તે કાંઈ રાગનો અંશ નથી. એ જ રીતે જ્ઞાન અને શ્રદ્ધા પણ રાગના આશ્રયે થતા નથી, કેમકે તે જ્ઞાનાદિ કાંઈ રાગના અંશ નથી. રાગના આશ્રયે તો રાગ પ્રગટે, કાંઈ મોક્ષમાર્ગ ન પ્રગટે.
જાઓ, આ સત્યાર્થ મોક્ષમાર્ગ! સાચો મોક્ષમાર્ગ રાગ વગરનો છે. આત્માના જ્ઞાન ને આનંદ તે રાગ વગરના છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com