________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૪૬ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
आपरूपमें लीन रहे थिर सम्यक्चारित सोई ।
પરથી ભિન્ન પોતાનું જે સ્વરૂપ રુચિમાં અને જ્ઞાનમાં લીધું તે નિજસ્વરૂપમાં સ્થિરતા-લીનતારૂપ વીતરાગભાવ તે સભ્યશ્ચારિત્ર છે. જુઓ, નિજસ્વરૂપમાં લીનતાને ભગવાને ચારિત્ર અને મોક્ષમાર્ગ કહેલ છે, શુભરાગને ચારિત્ર કે મોક્ષમાર્ગ કહ્યો નથી. શુભાશુભક્રિયાઓ તે કર્મના આસ્રવનો હેતુ છે; કર્મના આસવના હેતુરૂપ તે ક્રિયાથી નિવૃત્તિ, અને શુદ્ધ-જ્ઞાન-સ્વરૂપમાં પ્રવૃત્તિ, તે મોક્ષમાર્ગનું ચારિત્ર છે; આવા સમ્યક્–ચારિત્રમાં સદા લાગવાનું કહ્યું છે. અરે, સાચું ચારિત્ર શું છે-તેની પણ ઘણા જીવોને ખબર નથી. સાચા શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ અહીં ટૂંકમાં ઓળખાવ્યું છે. મોક્ષમાર્ગરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેય ભાવો આત્મામાં સમાય છે, કોઈ રાગમાં કે શરીરની ક્રિયામાં તે નથી.
સહજ એક જ્ઞાયકભાવ-કે જે શુભાશુભ રાગાદિ ૫૨ભાવોરૂપે કદી થયો નથી એવો શુદ્ધ આત્મા, તેની અંતરંગ અનુભૂતિમાં ‘આ હું’ એવી નિર્વિકલ્પ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. આત્મા આવો છે એમ તેને બરાબર જાણીને તેનું શ્રદ્ધાન થાય છે. સમ્યગ્નાન-સમ્યગ્દર્શન અને સમ્યઅનુભૂતિ ત્રણે એક સાથે થાય છે. જે વસ્તુને જાણી જ ન હોય તેની શ્રદ્ધા કેવી રીતે કરે ? વસ્તુને જાણ્યા વગરની શ્રદ્ધા એ તો સસલાનાં શીંગડાની શ્રદ્ધા કરવા જેવી મિથ્યાશ્રદ્ધા છે. શ્રદ્ધા કોની ? – કે જે વસ્તુ સત્ હોય તેની. સત્ એવો જે જ્ઞાયક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com