________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૫૪ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
૫૨માત્મા સિવાય બીજા કોઈ મતમાં સાત તત્ત્વનું યથાર્થ સ્વરૂપ હોય નહીં, એટલે સમ્યગ્દષ્ટિજીવ અરિહંત ભગવાનના વીતરાગી માર્ગ સિવાય અન્ય કોઈ કુમાર્ગની શ્રદ્ધા સ્વપ્નેય કરે નહીં. એ વાત તો કુદેવનું સેવન છોડવાના ઉપદેશમાં આવી ગઈ. અહીં તો આત્માનું ભાન કરીને જે જીવ સમ્યગ્દષ્ટિ થયો તેને વ્યવહારમાં પણ તત્ત્વોની શ્રદ્ધા કેવી હોય છે-તેનું વર્ણન છે.
નવતત્ત્વની શ્રદ્ધા ત્યારે જ સાચી થઈ કે જ્યારે પરદ્રવ્યથી ભિન્ન અને રાગાદિ આસ્રવોથી ભિન્ન પોતાના શુદ્ધાત્માની રુચિ કરીને નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ કર્યું; ત્યારે જ ભૃતાર્થથી નવતત્ત્વોને જાણ્યા કહેવાય. આવા સમ્યગ્દર્શન વડે ધર્મની શરૂઆત થાય છે. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર તે શુદ્ધપરિણતિ છે, તે સંવ-નિર્જરા છે, અને વ્યવહા૨ સમ્યગ્દર્શનાદિમાં શુભરાગ છે, તે આસ્રવ છે. અંતર-અનુભવ સહિત જ્ઞાયક આત્માની પ્રતીતરૂપ જે શુદ્ધ પરિણતિ થઈ તે તો સિદ્ધદશામાંય રહે છે; તેની શરૂઆત ચોથા ગુણસ્થાને થઈ જાય છે. આવા સમ્યગ્દર્શનની સાથે નવતત્ત્વની વિપરીતતા હોઈ શકે નહીં. તે પુણ્ય-આસવને સંવ-નિર્જરા કે મોક્ષનું કારણ ન માને; તે અજીવતત્ત્વના ભાવોને જીવનાં ન માને. બધા તત્ત્વોને જેમ હોય તેમ જાણે.
જીવ અજીવ આસ્રવ બંધ સંવર નિર્જરા ને મોક્ષ એ સાત તત્ત્વો સર્વજ્ઞ ભગવાને જોયા છે અને જિનવાણીમાં તેનો ઉપદેશ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com