________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૩૬ ]
વીતરાગવિજ્ઞાન ભાગ-૩
વીર્યવાન આત્મા છે કે જે સ્વબળ વડે રત્નબળ પ્રગટ કરે છે. બળ નામની એક ઔષધિ આવે છે તેમ આત્મામાં વીર્યબળરૂપ એવું ઔષધ છે કે જે સર્વ કષાયોગનો નાશ કરીને અવિકારી રત્નત્રયનું અને કેવળજ્ઞાનાદિ-ચતુષ્ટયનું અનંત બળ આપે છે; રાગમાં એવું બળ નથી કે રત્નત્રય આપે. અનંત ગુણરૂપ જે આત્મસ્વભાવ છે તેના જ આશ્રયે મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટે છે. આવો સાચો મોક્ષમાર્ગ વિચારીને તેનું સ્વરૂપ નક્કી કરવું જોઈએ.
નિશ્ચયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ એક જ મોક્ષમાર્ગ છે; બે મોક્ષમાર્ગ નથી. ‘એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.' એક નિશ્ચય મોક્ષમાર્ગ અને એક વ્યવહાર મોક્ષમાર્ગ–એમ બે મોક્ષમાર્ગ માનવા... મોક્ષમાર્ગ-પ્રકાશકમાં કહ્યું છે. નિશ્ચય મોક્ષમાર્ગ સિવાય બીજા કોઈને મોક્ષમાર્ગ કહેવો તે ખરેખર મોક્ષમાર્ગ નથી, પણ માત્ર ઉપચાર છે-એમ જાણવું. શુદ્ધ આત્મતત્ત્વને જાણીને, શ્રદ્ધા કરીને, તેના અનુભવ વડે જ મોક્ષ પમાય છે, બીજો માર્ગ નથી... નથી.
પ્રવચનસારમાં કહે છે કે-અતીતકાળમાં ક્રમશઃ થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતોએ આ એક જ પ્રકારથી કર્માંશોનો ક્ષય પોતે અનુભવ્યો, કેમકે બીજા પ્રકારનો અભાવ હોવાથી તેમાં દ્વૈત સંભવતું નથી. એ રીતે શુદ્ધાત્માના અનુભવ વડે પોતે કર્મનો ક્ષય કરીને તે સર્વે તીર્થંકર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com