________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૨૭
૫રમાર્થરૂપ જાણી લ્યે છે તે જીવ સાચા ઉપદેશને સમજતો નથી એટલે કે તેને દેશના ફળીભૂત થતી નથી. ભાઈ, તેને ૫રમાર્થસ્વરૂપ બતાવવા માટે વ્યવહાર કહ્યો હતો, કાંઈ વ્યવહારમાં જ અટકવા માટે નહીં.
સર્વજ્ઞદેવે કહેલા સ્વતત્ત્વને ઓળખવું, શ્રદ્ધામાં ને અનુભવમાં લેવું તે નિશ્ચયમાર્ગ છે. તેની સાથે નવતત્ત્વનું જ્ઞાન, સાચા દેવ-ગુરુની ઓળખાણ વગેરે હોય છે તે વ્યવહાર માર્ગ છે. પોતાના સર્વજ્ઞસ્વભાવની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યગ્દર્શન, અને બીજા સર્વજ્ઞ ૫રમાત્માની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. ધર્મીને આવા નિશ્ચય-વ્યવહારની સંધિ હોય છે. નિજસ્વરૂપમાં વીતરાગી લીનતા તે નિશ્ચયચારિત્ર છે, તે સ્વદ્રવ્યાશ્રિત છે, અને પંચમહાવ્રતાદિ શુભરાગ તે વ્યવહાર–ચારિત્ર છે. તે પરદ્રવ્યાશ્રિત છે. સ્વદ્રવ્યાશ્રિત શુદ્ધતા તે મોક્ષનું કારણ છે, પ૨દ્રવ્યાશ્રિત રાગાદિભાવો તે બંધનું કારણ છે.
જેવા અરિહંત ભગવાન છે તેવો હું છું-એમ નક્કી કરનારને અરિહંત ભગવાન તરફનો જે વિકલ્પ હતો તેનાથી ખસીને પોતાના જ્ઞાનસ્વભાવની અનુભૂતિ કરી ત્યારે ખરેખર સમ્યગ્દર્શન થયું; અને તેમાં નિમિત્તરૂપ અરિહંતની શ્રદ્ધાના ભાવને પણ સમ્યગ્દર્શન કહ્યું-તે વ્યવહાર છે, એટલે ખરેખર તે સમ્યગ્દર્શન નથી પણ સાચા સમ્યગ્દર્શનનો તેમાં આરોપ કરીને તેને પણ સમ્યગ્દર્શન કહ્યું છે. જે સ્વસન્મુખ થઈને સમ્યગ્દર્શન પ્રગટ નથી કરતો તેને તો નિશ્ચય કે વ્યવહા૨ કાંઈ હોતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com