Book Title: Dharmtattva Author(s): Bhimji Harjivan Publisher: Sastu Sahityavardhak Karyalay View full book textPage 7
________________ પ્રિયતા, તા, સત્ય પ્રત્યેનો પ્રેમ, વડીલો પ્રત્યેને પૂજ્યભાવ, વગેરે દર્શાવનારા અનેક બોધપ્રદ બનાવે વર્ણવેલા હોવાથી એ વૃત્તાંત આ ધર્મતત્વની સાથે પણ જોડવામાં આવ્યું છે. ધર્મતત્વ ' અથવા તે કોઈ પણ ગ્રંથમને એકે એક વિચાર તો સર્વ કાઈને સંમત નજ થાય, પરંતુ બંકિમ બાબુ જેવા સમર્થ વિદ્વાને આ ગ્રંથમાં જે ઉદ્દેશથી, જે ઢબથી અને જે બુદ્ધિમત્તાથી ધાર્મિક વિચારે ગુંથ્યા છે, તે જોતાં આજે તે લખાયાને ૩૬ વર્ષ થઈ જવા છતાં પણ હિંદુધર્મના અનુયાયીએને માટે તેમજ શિક્ષિત યુવકવર્ગને માટે તેની એકંદરે ઉપકારકતા તો પ્રત્યેક વિચારકને સ્વીકારવી જ પડશે. આવું ઉપયોગી પુસ્તક ભેટ તેમજ લહાણીતરીકે પુષ્કળ ફેલાય તેમ હોવાથી તેની બેએક હજાર પ્રત વધુ છપાવી છે, અને સામટી પ્રત લેનારને તે પિણી કિંમતે અપાશે. શરપૂર્ણિમા. સં. ૧૯૮૦ આ સાથેના શુદ્ધિપત્ર મુજબ સુધારી લીધા પછી જ પુસ્તક વાંચવું. ૨૦ बंकिम बाबुनी धर्मतत्त्वनी भूमिकानो अनुवाद પ્રસ્તાવનામાં પુસ્તક સંબંધી જે બે બોલ કહેવામાં આવે છે, તે મેં પુસ્તકની અંદર કહેલા છે. જેમાં માત્ર પ્રસ્તાવના જેદને જ પુસ્તક વાંચવા કે ન વાંચવાના નિર્ણય ઉપર આવે છે, તેઓ આ પુસ્તક વાંચે એ સંભવ ઘણો જ ઓછો રખાય. તેટલા સારૂ ભૂમિકામાં મારે વિશેષ લખવાનું પ્રયોજન નથી. પહેલા દશ અધ્યાયજ એક પ્રકારની ભૂમિકારૂપે છે. અનુશીલન તત્વ સંબંધમાં મુખ્ય વાત જે લખવાની છે, તે અગિયારમા પ્રકરણથી શરૂ થાય છે. પહેલા દશ અધ્યાય નીરસ અને વચ્ચે વચ્ચે કંટાળો આપે તેવા છે. એ દોષને સ્વીકાર કરે એજ આટલી ટુંકી ભૂમિકા લખવાને હેતુ છે. સાતમો અધ્યાય સૈથી વધારે નીરસ છે, તેથી જે વાચકોને તે અધ્યાયમાં કંયળો આવે તેઓ તેને છેડી દેશે તો ચાલશે. મુખ્યત્વે આ ગ્રંથ કેળવાયેલા વાચકવર્ગને સારૂ લખવામાં આવ્યો છે. તેટલા સારૂ સઘળી બાબત દરેક સ્થળે ખુલાસાવાર સમજાવી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 248