Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha Author(s): Jaydarshanvijay Publisher: Jinagna Prakashan View full book textPage 6
________________ વાદીઓની આ વાત સામે અમારે એટલું જ કહેવાનું છે કે “તેઓએ શાસ્ત્રપાઠો કેવી અને કેટલી ખોટી રીતે રજુ કર્યા છે તે સમજવા “વસુદેવહિંડી'નો એમણે કરેલો દુરુપયોગ જોઈ લેવો પૂરતો છે.” આ પુસ્તિકામાં સંમેલનવાદીઓ તરફથી રજુ કરવામાં આવેલા દેવદ્રવ્યવિષયક શાસ્ત્રપાઠો ઉપર વિચાર કરવામાં આવ્યો છે. વિ.સં. ૨૦૫૧ ના અક્ષય તૃતીયાના દિવસે થયેલ લખાણું આજે પુસ્તિકા સ્વરૂપે બહાર પડી રહ્યું છે. વર્તમાનમાં આ વિવાદ લાંબો ચાલતાં ઘણા વહીવટદારોના મનમાં “આ તો સાધુ-સાધુઓના મતભેદ છે, શાસ્ત્રોના નામે લડાઈ ચાલે છે” વગેરે પ્રકારની ઉદાસીનતા કે કયાંક તો આમાંથી પોતાને ફાવતી વાતને પકડી લેવાની સ્વાર્થવૃત્તિ પણ દેખાવા માંડી છે તે દુઃખની વાત છે. વાસ્તવમાં આવા મતભેદના પ્રસંગે પ્રશ્નના મૂળ સુધી પહોંચીને યોગ્ય નિર્ણય જાણવાની સાચા શ્રાવકની ફરજ છે. સૌ એ ફરજના પાલનથી પોતાના વહીવટને શુદ્ધ બનાવે એવી અપેક્ષા છે. (ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકની અશાસ્ત્રીયતાની વધુ સમજ માટે “જૈનશાસન' સાપ્તાહિકમાં વર્ષ ૭ અંક ૪૦, ૪૩-૪૪ અને વર્ષ ૮ અંક ૧-૨-૩, ૪, ૫, ૬, ૧૧, ૧૨, ૧૩ માં પ્રગટ થયેલ મારા “વિચાર વસંત'ના લેખો વાંચી જવા ભલામણ છે.). જૈન ઉપાશ્રય, છાપરીયા શેરી મુનિ જયદર્શન વિજય મહીધરપુરા, સુરત-૩ વિ.સં. ૨૦૫ર, પોષ વદ-૨ રવિવાર, તા. ૭-૧-૯૬ ;Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42