Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ મહારાજાએ તે અશાસ્ત્રીય ઠરાવોનો જોરદાર વિરોધ કરીને શ્રીસંઘને શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું હતું. તેઓશ્રીના પ્રચંડ પુણ્યપ્રભાવ અને શાસ્ત્રનિષ્ઠાના પ્રતાપે સંમેલનના અશાસ્ત્રીય નિર્ણયો શ્રીસંઘમાં માન્ય બન્યા નહિ. તેઓશ્રી વિ. સં. ૨૦૪૭ની સાલમાં કાળધર્મ પામ્યા ત્યારબાદ, પંન્યાસજી શ્રી ચંદ્રશેખર વિજયજી ગણિવરે, વિ.સં. ૨૦૪૪ના સંમેલનના અશાસ્ત્રીય નિર્ણયોને શાસ્ત્રીય ઠરાવવા માટે ધાર્મિક વહીવટ વિચાર' નામનું અશાસ્ત્રીય પુસ્તક બહાર પાડ્યું. પરંતુ તે પુસ્તક સામે પ્રચંડ વિરોધ ઉભો થતાં, પંન્યાસજીને તે પુસ્તકની સુધારેલી આવૃત્તિ બહાર પાડવી પડી. (જો કે ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકના પરિમાર્જન માટે તેમણે પોતાના જેવી જ અશાસ્ત્રીય માન્યતા ધરાવતા, પોતાના પક્ષના આચાર્યાદિને પસંદ કર્યા. અને તે આચાર્યાદિએ પુસ્તકની અશુદ્ધિઓ દૂર ન થઈ જાય તેની કાળજી રાખીને તે પુસ્તકનું પરિમાર્જન કર્યું. ત્રીજી આવૃત્તિ વખતે ય ભૂલો ન સુધારવાની કાળજી તો રખાઈ જ.) ધાર્મિક વહીવટ વિચાર'ની અશુદ્ધ કે સુધારેલી (!) કોઈ પણ આવૃત્તિ માટે, પંન્યાસજીના પક્ષના સિવાયના તપાગચ્છના કોઈ સમુદાયે “આ પુસ્તક શાસ્ત્રીય છે” એવું પ્રમાણપત્ર બહાર પાડ્યું નથી. ધા.વ.વિ. પુસ્તક અશાસ્ત્રીય છે' એવું અનેક આચાર્ય ભગવંતોએ જાહેર કર્યું છે. સંમેલનવાદીઓની દલીલ છે કે “અમે શાસ્ત્રપાઠી સાથે અમારી વાત રજૂ કરી છે, વિરોધપક્ષ તેની સામે શાસ્ત્રપાઠો આપતા નથી, આપી શકતા નથી.” સંમેલન

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42