Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ પ્રશ્ન : અવધારણપૂર્વકનું દેવ માટે જે ધનધાન્યાદિ નિશ્ચિત કરેલા હોય તેવા દેવદ્રવ્યથી પૂજાદિ કરવામાં તમે ના પાડતા નથી. અને આજે જે સ્વપ્નાદિ બોલી સ્વરૂપ દેવદ્રવ્ય, ભગવાનની ભક્તિ સ્વરૂપે આવેલ દેવદ્રવ્ય વગેરેથી પૂજાદિ કરવાની ના પાડો છો. આ બંન્ને દેવદ્રવ્ય જ કહેવાય છે તો એકમાં હા અને બીજામાં ના શા માટે ? ઉત્તર : અવધારણપૂર્વકનું બનેલું દેવદ્રવ્ય હકીક્તમાં તે આપના૨ શ્રાવક માટે તો સ્વદ્રવ્ય છે. તે દ્રવ્ય હવે દેવની ભક્તિ સિવાય બીજા ઉપયોગમાં ન લઈ શકાય એ જણાવવા માટે જ એને દેવદ્રવ્ય કહીને શાસ્ત્રકારો ઓળખાવે છે. વાસ્તવમાં આ શ્રી જિનભક્તિ માટેનું શ્રાવકનું સ્વદ્રવ્ય’ છે. આમાંથી શ્રી જિનભક્તિ જ થાય. જ્યારે સ્વપ્નાદિ બોલી, ભગવાનની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે ચઢેલ દ્રવ્ય વગેરે સ્વરૂપ દેવદ્રવ્ય દેવકા સાધારણ' જેવું નથી. તેથી જ અમે તેનો જિનપૂજાદિમાં ઉપયોગ કરવાનો નિષેધ કરીએ છીએ-તેનો ઉપયોગ શાસ્રદૃષ્ટિએ જીર્ણોદ્વારાદિમાં થઇ શકે. સંબોધપ્રકરણકાર વગેરે શાસ્ત્રકારોએ અમુક દેવદ્રવ્યમાંથી પૂજાદિ કરવાની રજા આપી છે, અમુક દેવદ્રવ્યમાંથી પૂજાદિ કરવાનો નિષેધ કર્યો છે. ને શાસ્ત્રકારોના આદેશાનુસાર જ અમે પણ અમુકમાં નિષેધ કરીએ છીએ અને અમુકમાં રજા આપીએ છીએ. પ્રશ્ન : દ્રવ્યસમ્રુતિકાના, અવધારણ બુદ્ધિથી દેવદ્રવ્ય બનવાના પાઠનો વ્યવસ્થિત ખુલાસો અને સમજ આપો. ઉત્તર : દ્રવ્યસતિકા : : ( 0 ) " ओहारणबुद्धिए देवाइणं पकप्पिअं च जया । जं धणधन्नप्पमुहं तं तद्दव्वं इहं णेयं ॥२॥ અર્થ : નિયમબુદ્ધિથી દેવાદિકને માટે જે ધન-ધાન્ય વગેરે ૧૪

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42