Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ આસપાસનો છે. તે વખતનું તેઓશ્રીનું સાહિત્ય જોતાં આ વાત સ્પષ્ટ જાણવા મળે છે. (જુઓ, “ચાર ગતિના કારણો” નામનું પુસ્તક) વિ.સં. ૨૦૪૪ના સંમેલને જ્યારે ફરીથી, “સ્વપ્નાદિ દેવદ્રવ્યથી શ્રાવકોને જિનપૂજા કરાવવાની વાત ઉપાડી અને તેવો ઠરાવ પણ કરી દીધો, એટલે એનો જોરદાર વિરોધ અમારા પરમગુરુદેવ પૂ. આ. શ્રી. વિજયરામચન્દ્ર સૂ. મ. સા.એ કર્યો. પોતાના ગુરુદેવ આદિ વડીલોની હાજરીમાં કરેલો વિરોધ તેઓશ્રીને ફરીથી દોહરાવવો પડ્યો છે. માટે, “પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્ર સૂ.મ. બધી વાતનો વિરોધ કર્યા જ કરે છે” એવા સંમેલનપરસ્તોના ભ્રામક પ્રચારમાં કોઈ સત્યપ્રેમીએ ફસાવા જેવું નથી. પૂ. આ.શ્રી. વિ. રામચન્દ્ર સૂ. મ.સા.એ કદી શાસ્ત્રીય વાતનો વિરોધ કર્યો નથી. અશાસ્ત્રીય વાતનો વિરોધ કરવાની ફરજ તો દરેક ગીતાર્થની છે અને મહાગીતાર્થ તરીકે તેઓશ્રીએ પોતાની આ ફરજ પૂર્ણનિષ્ઠાથી અદા કરી છે. અને તેઓશ્રીનો અનુયાયી વર્ગ પણ હાલ એ જ ફરજ અદા કરી રહયો છે. સંમેલનવાદીઓએ એનો જે અર્થ કરવો હોય તે કરે. વૈદ્ય સાચી દવા આપે. રોગ જશે- એમ માનીને તે દવા ચાટી જવી કે “કડવી છે?-કહીને ઘૂંકી દેવી તે દર્દી નક્કી કરે. એમાં વૈદ્ય શું કરે ? . " આમ, શાસ્ત્રપાઠો, તર્કો, સંમેલનવાદીઓના આક્ષેપો વગેરેનો વિચાર કરતા સ્પષ્ટ જણાય છે કે વિ. સં. ૨૦૪૪ના સંમેલને જે દેવદ્રવ્ય વિષયક ઠરાવ કર્યો છે. તે શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરાથી વિરુદ્ધ છે. કોઈ પણ આત્માર્થી, ભવભીરુ આત્માએ આ સંમેલનના ઠરાવનો અમલ કરવો જોઈએ નહિ. CT ૩૩ T

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42