Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ અશાસ્ત્રીય વાતોનો વિરોધ કરનારાઓથી અકળાયેલા સંમેલનવાદીઓને આવી માયા સેવ્યા વિના ચાલે તેમ નથી. સાતક્ષેત્ર સાધારણ દ્રવ્ય અને શ્રી જિનભક્તિ સાધારણ દ્રવ્યના ભેદને અમે સારી રીતે જાણીએ છીએ. અમે હજી પણ કહીએ છીએ કે “સંમેલન સ્વપ્નાદિ દેવદ્રવ્યને શ્રી જિનભક્તિ સાધારણમાં લઈ જાય છે અને એ શાસ્ત્ર-પરંપરાવિરૂદ્ધ છે.” સંમેલન સ્વપ્નાદિ દેવદ્રવ્યને સાતક્ષેત્ર સાધારણમાં હજી સુધી તો લઈ નથી ગયું અને અમે શ્રી સંઘનું સદ્ભાગ્ય ગણીએ છીએ. સંમેલનવાદીઓ, સંમેલનના અશાસ્ત્રીય નિર્ણયોનો વિરોધ કરનારાની વાત સાચી રીતે રજુ કરવા જેટલી પણ સરળતા બતાવતા નથી. વિરોધ કરનારાઓ સમજયા વગર વિરોધ કરી રહયા છે-એવી ખોટી છાપ ઉભી કરવા માટે સંમેલન વિરોધીઓના નામે ગમે તેવી વાતો ચગાવવામાં આવી રહી છે. અહીં થોડો પાછલો ઈતિહાસ યાદ કરવો જોઈએ. વિ.સં. ૧૯૭૬ની સાલમાં “સ્વપ્નાદિ બોલીની આવક સાતક્ષેત્ર સાધારણાદિમાં જાય કે દેવદ્રવ્યમાં જ જાય” એનો વિવાદ ઉભો થયો હતો. તત્કાલીન અમારા પરમગીતાર્થ ગુરુવર્યો સહિત બધા આચાર્યોએ “સ્વપ્નાદિ બોલીની આવક દેવદ્રવ્યમાં જ જાય” એવો સ્પષ્ટ નિર્ણય જાહેર કર્યો હતો. ત્યાર પછીના થોડા વર્ષો બાદ “ સ્વપ્નાદિ બોલીના દેવદ્રવ્યથી જિનપૂજાદિ થાય કે નહિ ?” એવો વિવાદ શરૂ થતાં, પૂ. આ.શ્રી વિજય રામચન્દ્ર સૂ.મ.સા.એ પોતાના ગુરૂદેવ આદિ વડીલોની હાજરીમાં, “શાસ્ત્રપાઠોના નામે ચાલેલી સ્વપ્નાદિ દેવદ્રવ્યથી શ્રાવકોને જિનપૂજા કરાવવાની વાતનો જોરદાર વિરોધ કર્યો હતો. આ સમય લગભગ વિ. સં. ૨૦૦૬ની સાલની ૩ર |

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42